________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ માહાકાયવાળા, આ સર્વ ઉત્તમ નામ કર્મના ઉદયથી થાય છે. ઉત્કટ રત્નોવડે કરી જડેલા મુકુટ વડે કરી મનોહર ચૂડામણિ ચિન્હવાળા અસુરકુમારો હોય છે.
નાગકુમારો-મસ્તક તથા મુકુટને વિષે અધિક પ્રતિ રૂપવાળા, કૃષ્ણા, શામા,મુદુ, લલિતગતિવાળા, તથા મસ્તકને વિષે ફણિના ચિન્હવાળા નાગકુમારો હોય છે.
વિદુકુમારો-સ્નિગ્ધા, દેદિપ્યમાન, અવદાત,વર્જના ચિન્હવાળા વિદ્યુકુમારો હોય છે.
સુવર્ણકુમારો-અધિક રૂપ તથા પ્રતિરૂપ ડોક, તથા છાતીવાળા તથા શામ, મનોહર ગરૂડના ચિન્હવાળા સુવર્ણકુમાર હોય છે.
અગ્નિકુમારો-માનોન્માન પ્રમાણ યુક્ત, દેદીપ્યમાન મનોહર ઘડાના ચિન્હવાળા અગ્નિકુમારો હોય છે.
વાયુકુમારો-સ્થિર, પુષ્ટ, ગોળ શરીરવાળા, નિમ્ન નિમગ્ન ઉદરવાળા, ઘોડાના ચિન્હવાળા, અવદાત વાયુકુમારો હોય છે
સ્વનિતકુમારો-સ્નિગ્ધા, સ્નિગ્ધ ગંભીરા, અનુવાદ વડે કરી માહા શબ્દવાળા કૃષ્ણા તથા વર્ધમાન ચિન્હવાળા સ્વનિતકુમાર હોય છે.
ઉદધિકુમારો સાથળ તથા કમ્મરને વિષે અધિક રૂપાળા, કૃષ્ણા, શામા, મકરના ચિન્હવાળા ઉદધિકુમારો હોય છે.
દ્વિપકુમાર સ્કંધ, બાહુ, છાતી, નેવિષે તેમજ અગ્રહાથને વિષે અત્યંત રૂપાળા, શામાં અવદાતા, સિંહના ચિન્હવાળા દ્વિપકુમારો હોય છે.
દિકુમારો-જીભ પગના અગ્રભાગને વિષે અધિક રૂપાળા, શામા, હસ્તિના ચિન્હવાળા દિકકુમાર હોય છે. સર્વેપિ વિવિધ
૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org