________________
વવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કહે તેને, ૬ નપુંસક નહિ ને નપુંસક સરિખા વચન કહે તેને. • છ કારણે સાધુ આહાર ન લે-૧ સુધા વેદની શમાવા માટે, ૨ ઉપસર્ગ આવ્યાથી, ૩ બ્રહ્મચર્ય રાખવા માટે, ૪ જીવોની દયા પાળવા માટે, ૫ તપસ્યા કરવા માટે, ૬ જાવજીવ અણસન કરવા માટે, • છ પ્રકારે વાદ કરે-૧ સામાને પાછો પાડવા વાદ કરે, ૨ સામાની વાત સાંભળીને વાદ કરે, ૩ સામાને મન ગમતા વચન બોલીને વાદ કરે, ૪ સભાને વેરી ગણીને વાદ કરે, ૫ તેના પેટના અંદર પેસીને વાદ કરે, ૬ તેના ભેગો થઈને વાદ કરે.
છ કારણે સમકિત છાંડી મિથ્યાત્વ આદર-૧ અરિહંતના અવર્ણવાદ બોલવાથી સમ્યકત્વ છાંડી મિથ્યાત્વ મેળવે, ૨ અરિહંત પ્રરૂપિત ધર્મના અવર્ણવાદ બોલવાથી સમ્યકત્વ વમન કરી મિથ્યાત્વ મેળવે, ૩ આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી સમક્તિ વમીને મિથ્યાત્વને મેળવે, ૪ ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવાથી સમ્યકત્વ વમીને મિથ્યાત્વ મેળવે, ૫ યક્ષના વશથી સમ્યકત્વ છાંડે અને મિથ્યાત્વ મેળવે, ૬ મોહના વશથી ઉન્માદપણાથી સમ્યકત્વ છાંડી મિથ્યાત્વને ઉપાર્જન કરે. • છ પ્રકારે જીવ રાગ દ્વેષ કરે ઃ ૧ સાંભળવાને માટે, ર દેખવાને માટે, ૩ સુંઘવાને માટે, ૪ સ્પર્શને માટે, ૫ ખાવાને માટે, ૬ મનને માટે. • નરકગતિમાંથી આવેલાના છ લક્ષણો ઃ ૧ કાળો હોય, ૨ કલેશી હોય, ૩ રોગી હોય, ૪ અતિભયશીળ હોય, ૬ ક્રોધી હોય. • તિર્યંચમાંથી આવેલાના છ લક્ષણો ઃ ૧ લોભી હોય, ૨ કપટી હોય, ૩ જૂઠો હોય, ૪ અતિક્ષુધાળુ હોય, ૫ મૂર્ખ હોય, ૬ મૂર્ખના જોડે પ્રીતિ કરનાર હોય.
M૪૯)
૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org