________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મોહનીય કર્મથી ૩ વિષયની વાત સાંભળવાથી, ૪ રાગ રંગ સાંભળવાથી. • પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય-૧ ઘણું ધન મેળવવાથી ૨ પરિગ્રહના મોહથી, ૩ પરિગ્રહની વાત સાંભળવાથી, ૪ વારંવાર પરિગ્રહ સંભાળવાથી. • ગળણા-૧ પૃથ્વીનું ગળણું ઇર્યાસમિતિ, ૨ મનનું ગળણું શુભ ધ્યાન, ૩ વચનનું ગળણું નિર્દોષી ભાષા, ૪ સંસારનું ગળણું જાડું લુગડું. • આચાર્ય-૧ પોતે ભણે બીજાને ભણાવે, ર પોતે ભણે બીજાને ન ભણાવે, ૩ બીજાને ભણાવે પોતે ન ભણે, ૪ પોતે ન ભણે બીજાને ન ભણાવે. • સાધુ-૧ એક પોતાનું ભરણ પોષણ કરે બીજાનું ન કરે જીન કલ્પી, ૨ એક બીજાનું ભરણ પોષણ કરે પોતાનું નહિ પરમ ઉપકારી સાધુ, ૩ એક પોતાનું તથા પરનું બન્નેનું ભરણ પોષણ કરે સામાન્ય સાધુ, ૪ એક પોતાનું તથા પરનુ ભરણ પોષણ ન કરે દરિદ્રિ સાધુ. • દુઃખ શય્યા-૧ ઉંચી નીચી જગ્યામાં સુવાથી દુખ ઉપજે તે દ્રવ્ય દુઃખ શવ્યા, સંયમમાં દોષ લગાવે, ભગવંતની વાણીના ઉપર શંકા કરે, મનના પ્રણામ ઉંચા નીચા રાખે તે પહેલી દુઃખ શય્યા, ૨ પોતાને પ્રાપ્ત થયેલ વસ્તુમાં શંકા ન કરે, પરાઈ આશા રાખે, તે બીજી દુઃખ શપ્યા, ૩ દેવ મનુષ્યના ભોગની વાંછા કરે તે ત્રીજી દુઃખ શય્યા, ૪ નાવું ધોવું મેલ વિગેરેને નહિ સહન કરી શકે, તે ચોથી દુ:ખ શચ્યા. • દિક્ષા ન દેવી-૧ રોગી ને, ર વિગયના લોલુપીને, ૩ ક્રોધીને, ૪ માયાવીને
( 33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org