________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
૨ વિદ્યમાન ભોગોનો ત્યાગ કરી દીક્ષા લેવી દુર્લભ છે,૩ મોટા પુરૂષોને ક્ષમા કરવી મુશીબત છે, ૪ કૃપણને દાન આપવું મુશીબત છે.
ચાર ઠેકાણે કષાયો વસે છે-૧ કપાળે કોધનો વાસો છે, ૨ ડોકે માનનો વાસો છે, ૩ હૃદયે માયાનો વાસો છે, ૪ સર્વ અંગે લોભનો વાસો છે.
બુદ્ધિની ચાર વાત-૧ જાગતાં ચો૨ નાસે, ૨ ક્ષમા કરતાં કલેશ નાસે, ૩ ઉદ્યમ કરતાં દારિદ્રય નાસે, ૪ ભગવાનની વાણી સાંભળતાં પાપ નાસે.
પ્રતિબંધ-૧ દ્રવ્ય પ્રતિબંધ-તે શિષ્ય વસ્ત્ર પાત્ર વિગેરેનો પ્રતિબંધ, ૨ ક્ષેત્રે પ્રતિબંધ-તે ગામ નગર સ્થાનનો પ્રતિબંધ, ૩ કાળ પ્રતિબંધ-તે સમય આવલિ મુહુર્ત વિગેરેનો પ્રતિબંધ, ૪ ભાવ પ્રતિબંધ-તે રાગ દ્વેષ કષાયનો પ્રતિબંધ.
સુખ દુઃખ વેદવું-૧ સુખદુઃખ જાણે ને વેદે તે ચારે ગતિના જીવ, ૨ એક જાણે પણ વેદે નહિ-તે સિદ્ધના જીવ, ૩ એક વેદે પણ જાણે નહિ અસંન્નિ, ૪ એક જાણે નહિ ને વેદે નહિ અજીવ દ્રવ્ય
પુરૂષ-૧ એક પોતે પરિસહ જીતે પણ બીજાને જીતાવે નહિજીનકલ્પી, ૨ એક બીજાને પરિસહ જીતાવે પણ પોતે જીતે નહિકંડરિક, ૩ એક પોતે પરિસહ જીતે ને બીજાને જીતાવે, ૪ એક પોતે જીતે નહિ અને બીજાને જીતાવે નહિ.
પુરૂષ-એક પોતાના ને પરના કર્મનો અંત કરાવે છેઆદિશ્વરજી, ૨ એક પોતાના ફર્મનો અંત કરે છે પણ બીજાનો નહિ પડિમાધારી, ૩ એક પરના કર્મનો અંત કરે પણ પોતાના કર્મનો અંત ન કરે-પડવાઇ સભ્યષ્ટિ, ૪ એક પોતાના ને પરના કર્મનો અંત
Jain Education International
૩૧
For Personal & Private Use Only
www.jainelibrary.org