________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
સુસ્વરકંઠવાળો ૩ ધર્મનો રાગી, ૪ દેવગુરૂનો રાગી.
તિર્યંચનું આયુષ્યબાંધે-૧ ઘણો ઉલ્લંઠ, ૨ અસંતોષી, ૩ માયાવી, ૪ મૂર્ખની સેવા કરનાર ક્ષુધાતુર-આળસું
મનુષ્યની ગતિનું આયુષ્ય બાંધે-૧ વિનયિ ૨ નિર્લોભી ૩ દયા-ધર્મ ઉપર પ્રેમ રાખનાર, ૪ પારકાના મનમાં સારો લાગનાર. નરકનું આયુષ્ય બાંધે-૧ ક્રોધી, ૨ પંડિતાઇરહિત, ૩ કષાયી, ૪ કલકલીભૂત-ઘણો કલેશી.
ભુવનપતિમાં જાય-૧ ક્રોધ કરે તે, ૨ ક્રોધના સાથે પ્રતિબંધ કરે તે, ૩ નિમિત્ત ભાખે તે ૪ ઇહલોકને માટે તપશ્ચર્યા કરે તે. નાટકીયા દેવ થાય ૧ કુમાર્ગનીદેશના દે, ૨ માર્ગને તોડી પાડે, ૩ વારંવા૨ નિયાણું કરે, ૪ અતૃપ્તિથી ભોગ ભોગવે.
કિલ્બિષિ દેવ થાય-૧ તીર્થંકરના અવર્ણ બોલે, ૨ કેવળી પ્રરૂપિત ધર્મના અવર્ણવાદ બોલે, ૩ ધર્માચાર્યના અવર્ણવાદ બોલે, ૪ ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલે.
દેવ મનુષ્ય લોકે ન આવે-૧ દેવતા સંબંધિ સુખભોગથી તલાલીન છે તેથી, ૨ બીજાનો રાગ સ્નેહ તુટવાથી અને દેવતાનું નાટક જઘન્ય દસ દિવસ, મધ્યમ છ મહિના, ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ થાય તેમાં સ્વજનવર્ગનું આયુષ્ય પુરૂં થઇ જાય તેથી ન આવે, ૩ મનુષ્ય લોકની દુર્ગંધ પાંચસો યોજન ઉંચી ઉછળે છે તેથી ૪ ચારસો યોજન પ્રથમ દ્વિતીય આરે મલમૂત્ર થોડા તેથી અને પાંચસો યોજન ચારે આરામાં ભરત ઐરવતે મળમૂત્ર ઘણા તેથી.
મનુષ્ય લોકમાં દેવ આવે-૧ તીર્થંકરના પાંચ કલ્યાણકે આવે, ૨ પોતાના ઉપકારી આચાર્ય ઉપાધ્યાયને વંદના નમસ્કાર કરવા અને પોતાની ઋદ્ધિ દેખાડવા આવે, ૩ તપસ્વીનો મહિમા કરવાને માટે
Jain Education International
૨૭
For Personal & Private Use Only
www.jainelibrary.org