________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કાંઇક પરિણામ કુણા થાય, વ્યાખ્યાનમાંથી ઉઠયા પછી કાંઇજ નહિ, તે જીહ મેઘ જેવા. • વૃક્ષો-૧ વૃક્ષ ઉંચાને ફળ નીચા-ખજૂર દ્રાક્ષ બીજોરાદિક ૨ ફળ ઉંચાને વૃક્ષ નીચા-નાળીયેરાદિક, ૩ વૃક્ષ ઉંચાને ફળ ઉંચા તાડાદિક ૪ વૃક્ષ પણ નીચે ને ફળ પણ નીચા રીંગણા આદિક. • પુરૂષો-૧ પુરૂષ જાતિના ઉંચા પણ કરણના નીચા-બ્રહ્મદત્ત ચક્રવર્તીની પેઠે, ર પુરૂષ જાતિના નીચા પણ કરણિના ઉંચા હરિકેશી, બળમુનિના પેઠે, ૩ પુરૂષ જાતિથી પણ ઉંચાને કરણિયાથી પણ ઉંચાઆદિનાથ તથા ભરત ચક્રીના પેઠે, ૪ પુરૂષ જાતિના પણ નીચા અને કરણીના પણ નીચા કાલસીરિક કસાઈના પેઠે. • બળ-૧ એકને તપસ્યાનું બળ છે પણ આહારનું બળ નહિ, ૨ એકને આહારનું બળ છે, પણ તપસ્યાનું બળ નહિ, ૩ એકને આહારનું તથા તપસ્યાનું બન્નેનું બળ છે, ૪ એકને આહારનું પણ બળ નહિ, ને તપસ્યાનું પણ બળ નહિ. • સાધુઓ-૧ રત્નના ગોળા સમાન ગણધરદેવ, ૨ હીરાના ગોલાસમાન સાધુ નિગ્રંથ, ૩ સોનાના ગોળાસમાન- સાધુલક્ષણ યુક્ત ઉપયોગી સાધુ, ૪ રૂપાના ગોળાસમાન સામાન્ય સાધુ. • ધર્મિષ્ઠ પુરૂષો-૧ માખણનો ગોળો તાપે મૂકવાથી જેમ ગળી જાય, તેમ કોઈક જીવ બીજાના મિથ્યાવચનથી ધર્મને છોડી દે, ૨ લાખનો ગોળો તાપે મૂકવાથી ઓગળે નહિ, પણ અગ્નિ આગળ મૂકીયે તો ગળી જાય, તેમ કોઈક જીવ પુરૂષના વચન સાંભળી ધર્મને છોડે, પણ ગાશી પ્રમુખ દુર્વચન સાંભળીને ધર્મ છોડી દે, ૩ કાટનો ગોળો, તાપે મૂકવાથી ગળે નહિ, તેમજ અગ્નિના પાસે મૂકવાથી ન બળે, પણ અગ્નિમાં નાખવાથી બળી જાય તેમ કોઈક જીવ વચનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org