________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મમત્વભાવ તે શરીરપરિગ્રહ, ૩ ભાંડે, ઉપકરણ વિગેરે ઉપર મમત્વભાવ તે ભાંડોપકરણ પરિગ્રહ. • સામાયિક-૧ શ્રુત સામાયિક-નિર્મલજ્ઞાનનો અભ્યાસ કરે છે, ર સમકિત સામાયિક – શંકારહિત નિર્મળ સમકિત પાળે તે, ૩ દેશવિરતિ સામાયિક-અતિચાર રહિત નિર્મલ વ્રત પચ્ચખાણ પાળે
• ત્રણ પ્રકારના ઈદ્રો-૧ જ્ઞાનેંદ્ર તે કેવલ જ્ઞાની, ર દર્શનેંદ્ર તે ક્ષાયિક સમકિતી, ૩ ચારિત્રેદ્ર તે યથાખ્યાત ચારિત્રી. • ત્રણ પ્રકારે થોડી પૃથ્વી ધ્રુજે-૧ મોટા પર્વત પડવાથી, ર ભવનપતિ વ્યંતર દેવતા લડાઈ-ટંટો કરવાથી, ૩ ભુવનપતિ તથા વાણ-વ્યંતર ભેગા થઈ તીર્થકરને વંદન કરવા જાય ત્યારે. (ઠાણાંગ
સૂત્ર)
• ત્રણ પ્રકારે સર્વથી પૃથ્વી ધ્રુજે-૧ સમુદ્રનું પાણી સખત ઉછળવાથી, ૨ જયોતિષિ વૈમાનિક દેવો ભેગા થઈ યુદ્ધ કરે ત્યારે, ૩ જ્યોતિષિ વૈમાનિક ભેગા થઇને તીર્થકરને વંદના કરવા જાય ત્યારે સર્વથી પૃથ્વી ધ્રૂજે. • મિથ્યાત્વી-૧ ભગવંતના બોલેલા વચનોથી ઓછી પ્રરૂપણા કરે, ૨ ભગવંતના પ્રરૂપેલા વચનોથી વધારે પ્રરૂપણા કરે, ૩ ભગવંતના વચનથી વિપરીત પ્રરૂપણા કરે, તે ત્રણે અનંત સંસારી જાણવા. • મિથ્યાત્વ-૧ લોકની ક્રિયા કરે, સંસારના કાર્યો વિવાદિકના તથા દેવ પિતૃઓ, ક્ષેત્રપાલાદિકને માને પૂજે તે, ૨ સંશય મિથ્યાત્વદેવ, ગુરૂ, ધર્મના ગુણો જાણે નહિ, ૩ કુખાવચનિક મિથ્યાત્વઅન્યમતિ યોગી, સંન્યાસી, તાપસાદિકનો પરિચય કરી તેની પ્રશંસા
૧૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org