________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સંભવનાથના ત્રીજા ભવના પેઠે, ૨૫ ઉત્કૃષ્ટ વિનય કરે, બાહુબલીના પેઠે, ર૬ ઉત્કૃષ્ટ સંયમની દલાલી કરે, કૃષ્ણમહારાજના પેઠે, ૨૭ ઉત્કૃષ્ટ અભિગ્રહ કરે, ઢંઢણ ઋષિના પેઠે ૨૮ શત્રુ મિત્ર સરિખા ગણે ઉદાયીરાજાના પેઠે, ૨૯ ઉત્કૃષ્ટ દયા પાળે ધર્મરૂચી અણગારના પેઠે, ૩૦ કષ્ટ આવ્યાથી દ્રઢતાથી શિયલ પાલે, ચંદનબાલા તથા તેની માતાજીની પેઠે • ત્રીશ પ્રકારે સામાન્ય કર્મ બંધન પ્રશ્નોત્તર : ૧ પ્ર. નિર્ધન શાથી થાય? ઉત્તર-પારકાનું દ્રવ્ય હરણ કરવાથી, ર પ્ર.-દરિદ્ર શાથી થાય ? ઉત્તર દાન દેતાં અંતરાય કરવાથી ૩ પ્ર.-દાન આપે પણ ફળ શાથી ભોગવે નહિ ? ઉત્તર ધન આપી પશ્ચાતાપ કરવાથી, ૪ મનુષ્યો અપુત્રિયા સાથી હોય? ઉત્તર-વૃક્ષોના ફળ ફુલ ખાઈને છાયા સેવીને તેને થડ મૂળમાંથી કપાવે તે કારણથી, ૫ પ્ર.-સ્ત્રી વંધ્યાશાથી હોય? ઉત્તર-ગર્ભપાત કરવા ઓષધ આપે ગર્ભપાત કરે ગર્ભવતી
સ્ત્રી પશુઓના વધ કરવાથી, ૬ પ્ર. મૃત્વત્સા શાથી હોય ? ઉત્તર૦વેંગણ કંદમૂળના ભડથા કરીને ખાય, કુકડા આદિના ઇંડા બચ્ચા ખાવાથી, ૭ પ્ર.અધુરો ગર્ભશાથીગળી જાય? ઉત્તર-પથરા મારી મારીને વૃક્ષના કાચા ફળ ફુલ તોડવાથી તથા પંખીના માળા-બચ્ચાંને તોડી પાડી પકડી ઉતારવાથી, ૮ પ્ર. જીવ ગર્ભમાંજ મરે યોનિદ્વારમાં મરે શાથી ? ઉત્તર-મહાઆરંભ જીવહિંસા કરવાથી, મોટું જુઠું બોલવાથી તથા સાધુને અસૂજતો આહાર દેવાથી. ૯ પ્ર.-કાણા શાથી હોય? ઉત્તર લીલી વનસપતિને ચુંટવાથી ફળફૂળ વીંધવાથી તેનું ચૂર્ણ કરવાથી, ૧૦ પ્ર. મુંગા ગંગા શાથી થાય? ઉત્તર દેવ ગુરૂધર્મના છિદ્રો દેખવાથી તેમજ તેમની નિંદા કરવાથી મોટું મરડવાથી, ૧૧ પ્ર. બહેરા શાથી થાય ? ઉત્તર-પરાઈ વાત લેવાને છાના માના
M૧૫ર)
૧૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org