________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
વાળી થાય, ૨૦ પ્રતિકુલ બોલે, ૨૧ સંભોગ વાંછે નહિ.
એકવીશ મહાન દોષો : ૧ હસ્તકર્મ કરે, ૨ મૈથુન સેવે, ૩ રાત્રિભોજન કરે, ૪ આધાકર્મી આહાર લે, ૫ રાજપિંડ આહાર લે, ૬ બેતાલીશ દોષિત આહાર લે, ૭ વારંવાર પચ્ચખ્ખાણ ભાંગે, ૮ છ માસમાં બીજે જાય તો. ૯ એક માસમાં ત્રણ નદી ઉતરે તો, ૧૦ એક માસમાં ત્રણ માયા સ્થાન કરે તો, ૧૧ શય્યાતરનો આહાર લે તો, ૧૨ જાણી બુજી પ્રાણાતિપાત સેવે તો ૧૩ જાણી બુજી મૃષાવાદ બોલે તો, ૧૪ જાણી બુજી અદત્તાદાન લે તો, ૧૫ સચિત્ત ઉપર બેસે તો ૧૬ કાચી માટી ઉપર બેસીને હાલે ચાલે તો, ૧૭ ઇંડાળો જાળા સહિત પાટ પાટલા વાપરે તો, ૧૮ મૂળકંદ સ્કંધત્વચા શાખા પલ્લવ ફુલ ફળ બીજ હરીત્ વાપરે તો, ૧૯ એક વર્ષમાં દસ નદી ઉતરે તો, ૨૦ એક વર્ષમાં દસ દસ માયા સ્થાનક સેવે તો, ૨૧ સચિત્ત વસ્તુથી જેના હાથ, પગ ખરડાયેલા હોય તેના હાથથી આહારપાણી વિગેરે લે તો.
શ્રાવકના એકવીશ ગુણો : ૧ નવતત્વનો જાણ, ૨ ધર્મ કરણિમાં તત્પર, ૩ ધર્મમાં નિશ્વલ, ૪ ધર્મમાં શંકારહિત, ૫ સૂત્રના અર્થનો નિર્ણયક૨ના૨, ૬ અસ્થિહાડપીંજીમાં ધર્મિષ્ઠ, ૭ આયુષ્ય અસ્થિર છે, ધર્મ સ્થિર છે એવી ચિંતવના કરનાર, ૮ સ્ફટિકરત્નના સમાન નિર્મલ કુડ કપટ વર્જિત, ૯ નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર, ૧૦ એક માસમાં પાંચ પૌષધ કરનાર, ૧૧ જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, ૧૨ લીધેલા વ્રતોને નિર્મલપણે પાળના૨, ૧૩ મુનિને શુદ્ધ વસ્તુ પાત્ર અન્નાદિકનું દાન આપનાર, ૧૪ ધર્મનો ઉપદેશ કરનાર, ૧૫ સદા ત્રણ મનોરથ ચિંતવના૨, ૧૬ નિરંતર પાંચે તીર્થના ગણગ્રામ કરનાર, ૧૭ નવા નવા સૂત્ર
Jain Education International
૧૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org