________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ આપવાથી વધે છે ને નહિ આપવાથી નાશ થાય છે.
૧૬૫. જે સમગ્ર રસના પારગામી તથા સાર કાવ્યોને કરનાર કવીશ્વરો છે. તે જગતમાં જયવંતા વર્તે છે કારણ કે તેમના યશરૂપી શરીરની અંદર જરા અને રણનો કાંઈ પણ ભયનથી.
૧૬૬. દુર્મુખી અને દુર્જન માણસો પોતાના ગળાને અને ગાલને કુલાની જેમ તેમ સુખે કરી બોલે છે. પણકવીનો પરિશ્રમ તો સારી રીતે કવિ જ જાણી શકે છે.
૧૬૭. કવીશ્વરો કાવ્યોને બનાવે છે. અને તેની લાલના પાલના ઉત્તમ મનુષ્યો કરે છે. ફુલોને વૃક્ષો ઉત્પન્ન કરે છે અને તેની સુગંધને પવન વહન કરે છે.
૧૬૯. ગંગા પાપને હણે છે તથા ચંદ્રમા તાપને હણે છે તથા કલ્પતરૂ દીનતાને હણે છે. પણ જે સજ્જન મહાશયો છે તે પાપ તાપ અને દૈન્યતાને હણે છે.
૧૭૦. દુનિયામાં નિર્ગુણી જીવો ગુણીને જાણી શકતા નથી તથા ગુણી હોય છે તેગુણીને વિષે ઇર્ષા ધારણ કરનારા હોય છે પણ ગુણી અને ગુણના રાગી એવા સરળ પુરૂષો વિરલા જ દુનિયામાં હોય છે.
૧૭૧. જ્યાં સજ્જન પુરૂષો રહે છે ત્યાં જે શ્લોક તે કીર્તિપણાને પામે છે. અને જ્યાં દુર્જન પુરૂષો રહે છે ત્યાં શ્લોકમાંથી લકારનો લોપ કરવાથી શોક પ્રાપ્ત થાય છે. મતલબ કે સજ્જનને કીર્તી અને દુર્જનને અપકીર્તિ શોકની પ્રાપ્તિ થાય છે.
૧૭૨. જેવું ચિત્ત હોય તેવીવાણી હોય અને જેવી વાણી હોય તેવી ક્રિયા હોય છે ચિત્ત વાણી અને ક્રિયાને વિષે સજ્જનોનું એક જ રૂપ હોય છે.
૮૫
૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org