________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ દુર્જનને વિષે બલીઝને વિશે તેમજ નિર્બલને વિષે મરણને તુલ્યપણું રહેલું છે. - પ૭. દીવો અંધકારનું ભક્ષણ કરે છે ને મેશને ઉત્પન્ન કરે છે કહેવત છે કે જેવો આહાર કરેલ હોય તેવો જ ઓડકાર આવે છે. અગર જેવા અન્નને ભક્ષણ કરેલ હોય તેવી પ્રજા ઉત્પન્ન થાય છે.
૫૮. ઈહલોકને વિષે નિર્ધન માણસદુઃખી કહેવાય છે તેના થકી દેવાદાર માણસ વધારે દુઃખી ગણાય તે બન્ને થકી પણ રોગી માણસ વધારે દુઃખી ગણાય છે.
૫૯. જે માણસને ધર્મ અર્થ અને કામ આ ત્રણમાંથી એકપણ ન હોય તે માણસનો જન્મ બકરીના ગળાને વિષે રહેલ ત્રીજા આંચળના સંગની જેમ નિરર્થક જાણવો.
૬૦. ઘુવડ દિવસે દેખતું નથી કાગડો રાત્રીએ દેખતો નથી પણ કામાંધ માણસ તો કોઈ અપુર્વ હોય છે કે રાત્રિ અને દિવસ એમ બન્ને વખત દેખતો નથી.
૬૧. વિષ અને વિષય આ બન્નેમાં મહાન અંતર હોય છે કારણ કે વિષ ભક્ષણ કરવાથી મારે છે તે વિષયો તો સ્મરણ કરવાથી જ મારે છે.
૬૨. જ્યાં નાખવાથી સફળ થાય તેવેજ ઠેકાણે વચન કાઢવું કારણ કે ધોળા વસ્ત્રને વિષેજ જે રંગ તેજ અત્યંત સ્થિરતાને પામે
છે.
૬૩. કપાળે કપાળે જુદી બુદ્ધિ હોય છે તથા કુવા કુવાને વિષે નવીન પાણી હોય છે જાતિ જાતિને વિષે નવા નવા આચારો હોય છે અને મુખ મુખને વિષે નવીન વાણી હોય છે.
૬૪. વિદ્યા સહિત મરવું સારું પણ કુશિષ્યને વિદ્યા કદાપિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org