________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૪૨. પર પુરૂષોનો મુખ્તને વિષે વિકસ્વર દષ્ટિ ફેંકનારી સ્ત્રીને તથા વ્યવહાર માર્ગને નહિ જાણનાર કવિને તથા કુપચ્યા સેવન કરનારા રોગીને કોણ કોણ માણસ હસતા નથી અપિ તુ સર્વે હસે છે.
૪૩. તમામ પર્વતોને વિષે માણિકય હોતા નથી તમામ હસ્તીયોને વિષે મોતીયો હોતા નથી તેમ જ સર્વે જગ્યાએ સજ્જન પુરૂષો હોતા નથી અને વન વન પ્રત્યે ચંદન વૃક્ષો હોતા નથી આ ચારે કવચિત ઠેકાણે જ હોય છે.
૪૪. જેવા પ્રકારનું સત્ય બોલવાપણું હોય છે તેવા પ્રકારની જ લક્ષ્મી મળે છે જેવા પ્રકારનાં દાન આપે છે તેવા જ પ્રકારની કીર્તિ હોયછે તથા વિદ્યા પણ અભ્યાસ કરવામાં અમુક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને બુદ્ધિ પણ પોતાના કરમના અનુસારેજ પ્રાપ્ત થાય છે.
૪૫. જે માણસનું હૃદય દયા યુક્ત છે તથા જેનું ભાષણ પણ સત્યતારૂપી આભુષણ વાળુ છે તથા જેનું શરીર પારકા માણસનું હિત કરવામાં જોડાયેલું છે તેવા માણસને કલિકાળ શું કરી શકવાનો હતો અર્થાત્ કાંઈ જ નહિ.
૪૬. આયુષ્ય, પૈસો, ઘરનું છિદ્ર, ગુહ્ય વાર્તા, ઔષધ, મૈથુન, દાન, માન અને અપમાન આ નવ વસ્તુને બુદ્ધિમાન પુરૂષે ગોપવી રાખવી.
૪૭. સંભ્રમ સ્નેહને જણાવે છે શરીર ભોજનને જણાવે છે. વિનયવંશને દેખાડી દે છે અને વાણી દેશને જણાવી દે છે.
૪૮. જે માણસનું મન સ્ત્રીએ હરણ કરેલ છે તે માણસ વિદ્યાવડે કરીને પણ શું? તપ વડે કરીને પણ શું? યોગ અને શ્રુત વડે કરીને પણ શું ? એકાંત વાસથી તેમજ મૌન કરવાથી પણ શું ? અર્થાત્ કાંઇજ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org