________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૨૭. ખાનપાનના ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ અને તેને ભક્ષણ કર્યા પછી પચાવવાની શક્તિ તથા ઉત્તમ પ્રકારની સ્ત્રીની પ્રાપ્તિ તેમજ તેને સેવન કરવાની શક્તિ આ વિગેરેનું પ્રાપ્ત થવું તે ભવાન્તરમાં કરેલ મહાન્ તપશ્ચર્યાનું ફળ જાણવું.
૨૮. દરિદ્ર, નિરંતર રોગી, મુર્ખ, નિરંતર દુનિયામાં પ્રવાસ કરનારા, અને નિરંતર નોકરી કરનારા આ પાંચ જણાને વ્યાસે જીવતા પણ મરણ પામેલા કથનકરેલા છે.
૨૯. બ્રાહ્મણો, ગણકો, વેશ્યાઓ, કુતરાઓ અને કુકડાઓ અરસપરસ એક બીજાને દેખીને ક્રોધ કરે છે શું કારણ છે તે સમજવામાં આવતું નથી.
૩૦. માખી, મત્સર, વેશ્યા, ઉંદર, યાચક, ગામનો નાયક ને જ્યોતિષિ આ સાતે પરના દ્રવ્યને ભક્ષણ કરનાર હોય છે.
૩૧. બ્રાહ્મણ, અગ્નિ, યમરાજા, રાજા, સમુદ્ર, પેટ અને ઘર આ સાતને અનેક પ્રકારે પુરવા માંડયા છતાં પણ પુરાતા નથી.
૩૨. રાજા વેશ્યા યમ અગ્નિ પરોણો બાલક યાચક અને ગામડાનો રક્ષક આ આઠે જણા પારકાના દુઃખને જાણી શકતા નથી.
૩૩. પુર્વભવમાં ફક્ત નથી નથી આ બે જ દસ્કૃતનો અભ્યાસ કરવાથી આ ભવમાં આપોઆપ એના એજ બે દસ્તક વિપરીત પણે આવીને પાસે ખડા થાય છે.
૩૪. નવીન વયમાં જે શાંત હોય તે શાંત કહેવાય છે તેવા પ્રકારની માહરી મતિને હું માનું છું. કારણ કે ધાતુની ક્ષીણતા થયા પછી તો સર્વને આપોઆપ શાંતિ જ થઈ જાય છે.
૩૫. દુષ્ટ મંત્રી રાજ્યનો નાશકરવાવાળો થાય છે. તથા દુષ્ટ હસ્તિ ગામનો નાશ કરવાવાળો થાય છે સાળો ઘરમાં રહેલો હોય
૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org