________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તેના પુત્રોએ લોભવશથી તે રત્નો વેચી દીધાં બહાર ગામથી આવેલા તેના પિતાને ખબર પડવાથી મહા ખેદ થયો અને છોકરાઓને માર મારી ઘરમાંથી હાંકી કાઢી કહ્યું કે – “જાઓ તે મારાં રત્નો મેળવ્યા વિના મારા ઘરમાં પાછા આવશો નહિ ! હવે આ રત્નો ફરીથી મળવાં મુશ્કેલ છે છતાં પણ ધારો કે કોઈ દેવાદિકની સહાયથી તે રત્નો મળે પણ માનવ જન્મ થકી ભ્રષ્ટ થયેલ નિષ્પન્ય જીવ ફરીથી માનવ જન્મ પામી શકતો નથી.
CT સ્વપ્નનું દૃષ્ટાંત ૬. TO એકદા મુળદેવ રાજકુમારે તથા પોતાના મઠમાં એક કાર્પટિકે મુખમાં પેસતા ચંદ્રમાનું સ્વપ્ર સમકાળે જોયું. તેમાં મૂળદેવે વિધિ વિધાનથી સ્વપ્રનું ફળ પૂછવાથી રાજ્યની પ્રાપ્તિ થઈ અને કાર્પટિકે મન કલ્પનાથી ખોટી કલ્પના કરવાથી સ્વલ્પ ફળ આપનારું સ્વપ્ર થયું. મુળદેવને રાજય મળ્યું સાંભળીને કાપેટિક ફરીથી પોતાની મઢીમાં સ્વપ્ર મેળવવા સૂતો પણ સ્વમ આવે ક્યાંથી છતાં પણ ધારો કે કોઈપણ પ્રકારે ફરીથી એવું સ્વપ્ર દેખે પણ માનવ ભવ થકી ભ્રષ્ટ થયેલ સુકૃત રહિત જીવ ફરીથી માનવ જન્મ પામી શકતો નથી.
( ચક્રનું દ્રષ્ટાંત ૭. TO કોઈ એક રાજકુમારીએ રાધાવેધ સાધનારને પરણવાનો નિશ્ચય કરવાથી તેના પિતાએ મંડપ રચી એક સ્થંભ સ્થાપન કર્યો. તેના મસ્તકે રાધા નામની એક પૂતળી સ્થાપન કરી તેના મુખ નીચે આઠ અવળાં અને આઠ સવળાં ચક્ર ફર્યા કરે છે. ને સ્તંભની નીચે તેલની કડાઇઓ ભરેલી છે અને તેમાં તે રાધા નામની પૂતળીનું પ્રતિબિંબ પડે છે હવે કોઈ ધનુર્ધારી નીચું મુખ કરી, ઉંચું બાણ કરી, તેલની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org