________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
મન સર્વજ્ઞમ્ III
ભાવાર્થ : તારો કોઈ શત્રુ નથી, તારો કોઈ મિત્ર નથી, ચામર છત્રાદિક કંઈ તારાં નથી,તારે બંધવ નથી, તથા સ્વજન સંબંધિ વર્ગ નથી, ઉપરોક્ત સર્વ સ્વાર્થની બુદ્ધિવાલા છે, માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૫. त्वमेव कर्ता त्वमेव भोक्ता, त्वमेव कर्म विभोक्ता रे, त्वमेव भोगी, त्वमेवरोगी, त्वमेव शोकी योगी रे મન સર્વજ્ઞમ્ ॥૬॥
ભાવાર્થ : કરમનો કર્તા તું છે,કર્મનો ભોકતા તું છે,. ભોગી, રોગી, શોકી અને યોગી પણ તુંજ છે. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૬. त्वमेव वेत्ता त्वमेव नेता, त्वमेव नृणां पाता रे,
दुष्प्रापं भववारिधि ममता, बल्धं नृजन्म भवता रे भज सर्वज्ञम् ॥७॥ ભાવાર્થ : જાણકાર પણ તું છે. નેતા (સ્વામિ) પણ તું છે, મનુષ્યોનું રક્ષણ કરનાર પણ તું છે. દુઃખે કરીને ભવસમુદ્રમાં ભમતા ભટકતા મહાપૂન્ય કર્મના ઉદયે તે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરેલ છે. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૭
क्षरति यथाञ्जलिप्राप्तं नीरं, क्षणेन भवत्यधीरे, गच्छत्यायु प्रतिदिनमेवं, तस्मात् सेवय देवं रे भज सर्वज्ञम् ॥८॥ ભાવાર્થ : જેમ હાથની અંજલિને વિષે રહેલું પાણી નીચે પડે છે તેમ મનુષ્યોનુ સ્થિરતા વિનાનું આયુષ્ય ક્ષણ માત્રમાં નાશ થાય છે,તે માટે દેવાધિદેવનું સેવન કર. માટે હે મૂઢ પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૮
Jain Education International
૧૪૬
For Personal & Private Use Only
www.jainelibrary.org