________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પણ ઉપકાર કરી નહિ બોલનારા માણસ એકાદ બે હોય તે સિવાય ભજના સમજવી.
૧૧૩. પ્રમાણિકપણામાં વર્તનાર માણસના પુત્રપૌત્રાદિક પણ દુનિયામાં પ્રશંસાપાત્ર બને છે.
૧૧૪. હું ન્યાયી થયો છું મારું અંતઃકરણ સાફ છે મારા પાપ કર્મોને સઘળા ધોઈ નાંખેલા છે આવા શબ્દો નિષ્પાપ સરળ જીવો કદી ઉચ્ચારતા નથી.
૧૧૫. અન્યની લક્ષ્મી ખાનાર ને પ્રથમ પોતે મીઠી લાગે છે પરંતુ પ્રાછળથી તેજ મુખમાં કાંકરા ભરવાનો સમય આવે છે.
૧૧૬. જે માણસો ચીડીયા થઈ જયાં ત્યાં પોતાના હોઠને પોળા કરી પોતાની જીભ ઝળકાવ્યાકરે છે તેઓના પડછાયાથી તું અલગ
રહેજે.
૧૧૭. યુવાન પુરૂષોને બળ પોતાના મહિમા રૂપ છે અને વૃદ્ધ માણસોને ધોળા વાળો પોતાના મસ્તકની શોભા છે.
૧૧૮. વિચાર કરી ઉદ્યમ કરનાર ઘણું ફળ મેળવે છે પણ વગર વિચાર્યું ઉતાવળથીકરેલ કાર્ય નાશને માટે થાય છે.
૧૧૯. ભારે ગુન્હાના બોજા તળે સપડાયેલા માણસનો માર્ગ ઘણો જ વિષમ અને વક્ર છે પણ ગુન્હાના બોજાથી રહિત મનુષ્યોનો માર્ગ સરળ શુદ્ધ અને સીધો છે.
૧૨૦. લડાઈ ટંટો કરી પેટ બાળનારી સ્ત્રીના સાથે મનોહર વિશાળ મહેલમાં રહેવું તેના કરતાં એકલા સડેલા પડેલા ઘરના ખૂણામાંરહેવું તે વધારે સારૂ છે.
૧૨૧. પોતાના જીભને કાબુમાં રાખનાર માણસ સેંકડો વિપત્તિયોથી પોતાના આત્માને બચાવે છે.
૧૧૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org