________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સોબત કરનાર માણસ પાછળથી પુરો પસ્તાય છે. - ૩૩. જયારે સત્યજ્ઞાન હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે જ પ્રમાણિકપણાની પ્રણાલિકા અને ન્યાયપંથનો સુગમ માર્ગ સહેલાઈથી જાણી શકાય છે.
૩૪. મુર્ખાઓની જે આબાદી છે તે પૂર્ણતાને વૃદ્ધિ કરી તેનો જ વિનાશ કરવા ચુકશે નહિ.
૩૫. દક્ષ, ડાહ્યો અને જ્ઞાની દીકરો માતા પિતાને હર્ષ ઉપજાવે છે પરંતુ મુર્ખ છોકરો માતાપિતાને ખેદ ઉપજાવનાર તથા ભારભૂત થઈ પડે છે.
૩૬. સજ્જન માણસના મનને દુષ્ટતા કરવી. તે એક મહાન પર્વત જેવું ભાસે છે અને મૂર્ખ માણસના મનને દુષ્ટતા કરવી તે એક રમત ગમત જેવું લાગે છે.
૩૭. પંડિતો શેઠો બને છે અને મુર્ખાઓ નોકરો બને છે, પંડિતો પુજાય છે અને મુર્ખાઓ વગોવાય છે. પંડિતો પોતાના આત્માને અધોગતિથી બચાવે છે ત્યારે મુખઓ પોતાના આત્માને અધોગતિના ઉંડા કુવામાં ઉતારે છે.
૩૮. પંડિતના માર્ગને મુખે ધિક્કારશે તે તેની નરી મૂર્ખતા છે, પરંતુ મૂર્ખના માર્ગને સારી દુનિયા ધિક્કારશે તે તેની પરિપૂર્ણ સત્યતા જાણવી.
૩૯. મૂર્ખને પોતાની નજરમાં પોતાનો માર્ગ સારો સત્ય દેખાશે પરંતુ પંડિતોની નજરમાં તે લજ્જાસ્પદ જણાશે.
૪૦. મૂર્ખ માણસચીડ કરશે તો તુરત જણાઈ આવશે અને જ્ઞાની માણસને તેવા પ્રકારની ચીડ કદી થવા પામતી નથી.
૪૧. મૂર્ખ માણસ પોતાના દુષ્ટ વચનથી બીજાઓને
M૧૦૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org