________________
"
:JI
નાચિતામણિ ] યુગપ્રધાને સૂરિપદાદિક દશ પદને ધારતા,
સંવિજ્ઞતા પામેલ છ૯ દ્રવ્ય પ્રભુ માતા પિતા પ્રભુદેવની રંગે કરતા ભક્તિ અનુભવ ગર્ભિતા,
ત્રિવિધ સમ્યગ્દષ્ટિ સાધાર્મિક સુવાત્સલ્ય રતા.૩
૭૪
સ્પષ્ટાર્થ –યુગ પ્રધાને (૨૭) એટલે જિનશાસનની ઉન્નતિ કરનારા મહાપ્રભાવક પુરૂષે ભયજ હોય છે. આ મહાપુરૂષના વિહારથી ચારે દિશાના ઉપદ્રવો નાશ પામે છે ને તેમના વસ્ત્રમાં યૂકા (જી) પડતી નથી. તથા તેઓ ઉત્તમ ચારિત્ર જ્ઞાન તપશ્ચર્યાદિ ગુણેને ધારણ કરનારા પુણ્યવંત મહાતેજસ્વી હોય છે. વળી સૂરિપદ એટલે આચાર્ય પદ વગેરે દશ પદેને ધારણ કરનારા જીવો પણ ભવ્ય જાણવા. આ દશ પદોને ભવ્ય ગણવામાં ભાવચારિત્ર વગેરેની મુખ્યતા જાણવી. નહિ તે અભવ્ય જીવે પણ આચાર્ય વગેરેની પદવી પામે પરંતુ તે દ્રવ્ય આચાર્ય જાણવા, ભાવાચાર્ય નહિ. માટે અભયને ભાવાચાર્ય પદ વગેરે દશ પદની પ્રાપ્તિ ન હોય. દશ પદ આ પ્રમાણે – ૧ આચાર્ય પદ. ૨ ઉપાધ્યાય પદ, ૩. પ્રવર્તક પદ, ૪ ગણુવચ્છેદકપદ, ૫ સ્થવિરષદ વગેરે. (૨૮) સંવિજ્ઞતા એટલે સંવેગ (ક્ષના અભિલાષ) ભાવને ધારણ કરનારા જીવેની જે અવસ્થા તે સંવિજ્ઞતા, તે ભાવને અભવ્ય જીવો પામતા નથી. (૨૯) દ્રવ્ય પ્રભુ માતાપિતા. દ્રવ્યપ્રભુ એટલે જે ભવમાં તીર્થંકર થઈને મેક્ષે જવાના હોય છે તે જ્યાં સુધી કેવલ જ્ઞાન પામે નહિ ત્યાં સુધી દ્રવ્ય તીર્થકર જાણવા. તેમના માતા પિતા ભવ્યજ હોય છે, માટે અભવ્ય જીવે તીર્થકરના માતા પિતા ન થઈ શકે. (૩૦) વળી જે છ તીર્થકર ભગવાનની આનંદ અનુભવ જ્ઞાન વિધિ આદિ દ્વારે સાચવીને ભક્તિ કરનારા છે તેવા છે (૩૧) ભવ્ય જ હોય છે. કારણ કે અભવ્ય જીવેને તેવી અનુ ભવ જ્ઞાનાદિ યુક્ત સાત્વિક ભક્તિના પરિણામ થતાજ નથી. તથા ત્રણ પ્રકારના સમકિતી (૩૨) એટલે ઉપશમ સમકિતી, ક્ષયે પશમ સમકિતી તથા ક્ષાયિક સમકિતી. આ ત્રણ સમકિત ભવ્ય જીનેજ પ્રાપ્ત થાય છે. અભવ્ય જીને ત્રણમાંથી એક પણ
૧ ત્રણ પ્રકારના સમ્યકત્વનું ટૂંકું સ્વરૂપ આ પ્રમાણે–અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર તથા સમકિત મેહની, મિશ્ર મોહની અને મિથ્યાત્વ મેહની એ સાત પ્રકૃતિઓ જેમણે ઉપશમાવી હોય એટલે એ સાત પ્રકૃતિના રોદય અને પ્રદેશદય એ બંને પ્રકારના ઉદય જ્યાં ન હોય તે જીવને ઉપશમ સમક્તિ હોય છે. અને જે જીવોએ એ સાતે પ્રકૃતિનો ક્ષય કર્યો હોય એટલે એ સાત પ્રકતિનાં દલિયાં સંપૂર્ણપણે ખપાવી નાખ્યા છે તેમને ક્ષાયિક સમકિત હોય છે. આ ક્ષાયિક સમકિત પામીને જ જીવ મોક્ષે જઈ શકે છે. તથા એ સાત પ્રકૃતિઓમાંથી સમકિત મેહનીય રસોદય હોય અને બાકીની ૬ પ્રકૃતિઓને પ્રદેશોદય હેય તેમજ ૬ માંથી જે પ્રકૃતિઓ ઉપશમાવે અથવા ખપાવે તેને પ્રદેશોદય પણ ન હોય તેવા સ્વરૂપવાળું ત્રીજું ક્ષાપશમિક સમકિત જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org