________________
દેશનાચિંતામણિ ]
"ઉત્તર–ચોથા મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ અમુક પ્રકારની ઋદ્ધિવાળા અપ્રમત્ત સંયત મુનિરાજને જ હોય છે. એટલે દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંનેમાં સાથે વર્તનાર એવા અપ્રમત્ત ગુણસ્થાનકમાં વર્તતા મુનિરાજને જ આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. બીજા જ્ઞાને ઉપજવામાં દ્રવ્યલિંગ જોઈએ જ એ નિયમ નથી. દ્રવ્યલિંગ સિવાય પણ બીજા જ્ઞાને ઉપજે છે, પરંતુ મન:પર્યવ જ્ઞાન તે દ્રવ્યલિંગ હોય તે જ ભાવલિંગવાળાને ઉત્પન્ન થાય છે, પરંતુ બીજાઓને ઉપજતું નથી. (૧૪)
પ્રશ્ન–ક્ષપકશ્રેણી કેટલી વાર માંડી શકાય?
ઉત્તર--ભવ્યજીવને ક્ષપકશ્રેણિ એક જ વાર થાય છે. (માંડી શકાય છે.) મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય કરનારી, સમયે સમયે અનંતગુણ વિશુદ્ધિએ વધતા આત્માના શુદ્ધ પરિણામની ધારા રૂપ ક્ષપકશ્રેણિ જાણવી. આ ક્ષપકશ્રણિ કરીને જ ચાર ઘાતી કર્મો ખપાવીને કેવલજ્ઞાની થઈ શકાય છે. ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યા પછી બાકીના ચાર અઘાતી કર્મો ખપાવીને જવ મેક્ષે જાય છે. મોક્ષે જનાર ભવ્ય જીવ જ હોય છે, માટે ક્ષપકશ્રેણિ કરનારે પણ ભવ્ય જીવ જાણે. (૧૫) ૬૪
સાત પ્રકારના જીનું હરણ દેવ કે વિદ્યાધર કરી શક્તા નથી તે જણાવે છે – કઈ પણ અરિ દેવ કે વિદ્યારે આ સાતનું,
હરણ ન કરી શકેજ સાવી ક્ષીણ શ્રમણનું પારિહારિક સંયમી ને ચૌદ પૂવી શ્રમણનું,
અપ્રમત્ત પુલાક આહારક સુલબ્ધિક શ્રમણનું. ૬૫ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–દેવ અથવા વિદ્યાધર કોનું હરણ કરી શકતા નથી ?
ઉત્તર–કઈ પણ શત્રુ દેવ અથવા વિદ્યારે સાત પ્રકારના જીનું હરણ કરી શકતા નથી. તે આ પ્રકાણે-૧ સાધ્વીનું હરણ ન કરી શકાય. ૨ ક્ષીણ વેદ શ્રમણનું એટલે જેમણે વેદ મેહનીય ક્ષય કર્યો છે એવા સાધુનું હરણ ન કરી શકાય, ૩ પારિ. હારિક સંયમીનું એટલે પરિવાર વિશુદ્ધિ નામનું તપ વિશેષ જે સાધુઓ કરતા હોય છે, તેમનું હરણ ન કરી શકાય. આ ત૫ નવ સાધુને સમુદાય સાથે મળીને કરે છે અને તેઓ પહેલા અને છેલ્લા તીર્થકર અથવા તેમના શિષ્યની પાસે આ તપને સ્વીકાર કરે છે. આ તપમાં ઉત્કૃષ્ટથી એક સાથે પાંચ ઉપવાસ આદિ વિધિ કરવાની હોય છે અને અઢાર મહિને આ તપ પૂરે થાય છે. ૪ ચૌદ પૂર્વધર સાધુ મુનિરાજનું. જે મુનીશ્વરોએ ચૌદ પૂર્વેને સંપૂર્ણ અભ્યાસ કર્યો છે તે ચોદ પૂર્વનું હરણ થઈ શકતું નથી. ૫ અપ્રમત ગુણસ્થાને વર્તતા સાધુનું હરણ ન કરી શકાય. ૬ પુલાક સાધુનું હરણ ન કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org