________________
દેશના ચિંતામણિ
ભવ્ય તથા દુર્ભનું સ્વરૂપ જણાવે છે – મુક્તિ લહે ભવ્ય જ પણ તેઓ બધા ના સિદ્ધ બને,
સાધન તણું વિરહ લહે ના જાતિભવ્ય સિદ્ધિને દુર્ભવ્ય છ દીર્ઘ કાળે પણ લહે નિવણને,
આસનસિદ્ધિક અલ્પકાલે પણ લહે શિવશર્મને. ૬૧ પ્રશ્ન–શું બધાએ ભવ્ય જીવો મોક્ષપદને જરૂર પામે જ એવો નિયમ ખરે?
ઉત્તર–મેલ મેળવવાની યેગ્યતાવાળા જીવો ભવ્ય કહેવાય છે. આ ભવ્ય જીવોમાં પણ બધા ભવ્ય જીવો મોક્ષે જતા નથી, કારણ કે ભવ્ય જીવોમાં પણ જાતિ ભવ્ય અને દુર્ભ એવા ભેદે પણ કહેલા છે. તેમાં જાતિ ભવ્ય જીવે સાધનની પ્રાપ્તિના વિરહથી સિદ્ધ બનતા નથી. કારણ કે ભવ્યપણું છતાં પણ મોક્ષ રૂપ કાર્યની સિદ્ધિ માટે જે મનુષ્ય ક્ષેત્ર, આર્ય ભૂમિ વગેરે સાધનની પ્રાપ્તિ જેમને મળી શકતી નથી તેવા જાતિભવ્ય મોક્ષ મેળવી શકતા નથી. પરંતુ જેઓ દુર્ભવ્ય છે તેવા જીવેને દીર્ઘ કાળે એટલે લાંબા કાળે પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમજ આસન્નસિદ્ધિક એટલે જેઓને સમકિત ફરહ્યું હોય છે તેવા ડા વખતમાં સર્વ કર્મને ક્ષય કરીને મેક્ષ મેળવે છે. ૬૧
ભવ્યત્વ અને સિદ્ધિની વ્યાપ્તિ જણાવે છે – મુકિત પામે જેહ નિશ્ચય ભવ્ય તે અવધારિએ, આ સિદ્ધિ જિહાં ત્યાં ભવ્યતાની વ્યાપ્તિ નિત સંભારીએ, જેમ અગ્નિ ધમ વ્યાપ્તિ ધમ દેખી અગ્નિને,
અવધારિએ તિમ માનીએ ના અગ્નિ દેખી ધૂમને. દર
સ્પાર્થ –જે જીવ મોક્ષે જાય, તે અવશ્ય ભવ્ય જીવ છે, એમ સમજવું. અથવા ભવ્ય સિવાય બીજે કઈ જીવ મેક્ષપદને પામતે નથી. માટે જ્યાં જ્યાં સિદ્ધિ અથવા મેક્ષપ્રાપ્તિ ત્યાં ત્યાં ભવ્યતા જરૂર હોય છે. અહીં આ બીના દષ્ટાન્ત આપીને સમજાવે છે કે જેમ અગ્નિ અને ધૂમની વ્યાતિ છે એટલે જ્યાં જ્યાં ધૂમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હેય છે. તેથી ધૂમાડાથી અગ્નિનું અનુમાન થાય છે, તેમ મેક્ષ સુખના લાભ ઉપરથી ભવ્યપણાની ખાત્રી થાય છે. પરંતુ જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમાડો હોય જ એવું હેતું નથી એટલે જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ, પરંતુ જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમાડો હોય અથવા ન પણ હોય. જેમ લેઢાના તપાવેલા લાલચળ ગેળામાં અગ્નિ છે, પણ ધૂમ નથી. અને પર્વત ઉપર ઘાસ બળે છે, ત્યાં ધૂમ અને અગ્નિ બને છે. એમ જે સિદ્ધ થાય, તે ભવ્ય જ હોય. પણ જે ભવ્ય હોય, તે ભરતકી આદિની જેમ સિદ્ધ થાય, ને જાતિ ભવ્યની માફક સિદ્ધિપદને ન પણ પામે. દર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org