________________
શ્રીચંદ્ર કેવલી ચરિત્ર ]
२४१ કેટલેક વખત ગયા પછી જાણે તેમની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે હોય તેમ શ્રી ધર્મશેષ સૂરીશ્વરજી મહારાજા વિહાર કરતા કરતા કુશસ્થળ નગરના ઉદ્યાનમાં પધાર્યા. ગુરૂ મહારાજનું આગમન સાંભળી હર્ષિત થએલા શ્રીચંદ્ર મહારાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયા અને વાંદીને દેશના સાંભળવા ઉચિત સ્થાને બેઠા. તે વખતે ઘણું નગરજને પણ આવીને વંદન કરી ગ્ય સ્થાને બેઠા.
તે વખતે આચાર્ય મહારાજે આ સંસારની અસારતાનું અસરકારક વર્ણન કર્યું. તે સાંભળીને શ્રીચંદ્ર રાજાએ ગુરૂ મહારાજને પિતાની દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. શ્રીચંદ્ર રાજાએ તે પ્રથમથી જ પિતાના મોટા પુત્રને કુશસ્થળ નગરનું રાજ્ય સેપ્યું હતું. પિતાના નાના ભાઈ એકાંતવીરને શ્રી પર્વત ઉપર આવેલા ચંદ્રપુરનું રાજ્ય અને કનકસેન વગેરે બીજા રાજકુમારને જુદા જુદા દેશનું રાજ્ય તેમણે સેંપ્યું હતું અને ચારિત્ર માટેની તૈયારી કરી જ રાખી હતી. આચાર્ય મહારાજે પણ તરત જ તેમની ભાવનાને અનુમોદન આપી દિક્ષા આપી તે વખતે તેમની સાથે ચંદ્રકલા વગેરે રાણીઓએ, ગુણચંદ્ર વગેરે મંત્રીઓ તથા આઠ હજાર નગરવાસીએ, ઘણા શેઠ શાહુકારે, ચાર હજાર શ્રાવિકાઓ વગેરે પુણ્યાત્માઓએ પણ દીક્ષા લીધી. આ પ્રમાણે મોટા દ્રવ્ય સામ્રાજ્યને ત્યાગ કરી સાચા ભાવ ચારિત્ર રૂપી સામ્રાજ્યને શ્રીચંદ્ર મહારાજાએ ગ્રહણ કર્યું.
ચારિત્ર ગ્રહણ કરીને શ્રીચંદ્રરાજષિ મહારાજ નિરતિચારપણે તેનું પાલન કરવા લાગ્યા. એ પ્રમાણે ચાસ્ત્રિ લીધા પછી છસ્થપણામાં આઠ વર્ષો પસાર થયા ત્યારે એક દિવસ તેઓ ધ્યાનમાં આરૂઢ થયા અને ઘાતી કર્મોને ક્ષય કરનાર ક્ષપકશ્રેણિમાં શુદ્ધ પરિણામની ધારા વધતાં પ્રથમ મેહનીય કર્મને ક્ષય કરી જ્ઞાનાવરણુંય, દર્શનાવરણીય અને અંતરાય કમને એક સાથે ક્ષય કરી લે કાલે ક પ્રકાશક કેવલજ્ઞાન અને કેવલદર્શન પામ્યા. શ્રીચંદ્રરાજર્ષિ કેવલી થયા. તે વખતે દેએ તેમને કેવલજ્ઞાન મહત્સવ કર્યો.
ત્યાર પછી શ્રીચંદ્ર કેવલી મહારાજાએ ગામોગામ વિહાર કરી ઘણું ભવ્ય જીને વીતરાગ ધર્મના રાગી આરાધક બનાવ્યા. અને ઘણું ભવ્ય અને ચારિત્ર ધર્મના તથા શ્રાવક ધર્મના સાધક બનાવ્યા. તેમની દેશનામાં તપને પ્રભાવ મુખ્યતાએ અધિકપણે શોભતું હતું અને તેમાં પણ શ્રી આયંબિલ વર્ધમાન તપની આરાધના કરવા વિશેષ પ્રેરણા કરતા હતા. તેમના ઉપદેશથી ૯૦ હજાર લગભગ સાધુ સાધ્વી બન્યા. શ્રાવક શ્રાવિકાને તે હિસાબ નહતો. ગુણચંદ્ર વગેરે સાધુઓને તથા ચંદ્રકલા કમલશ્રી વગેરે સાધ્વીઓને કેવલજ્ઞાન થયું. શ્રી ચંદ્રકેવલી ૩૫ વર્ષ સુધી કેવ. લીપણામાં વિચર્યા, એ પ્રમાણે ૧૨ વર્ષ કુમારપણામાં, ૧૦૦ વર્ષ રાજાપણામાં, ૮ વર્ષ છાસ્થાવસ્થામાં અને ૩૫ વર્ષ કેવલીપણામાં વિચર્યા કુલ ૧૫૫ વર્ષનું આયુષ્ય પૂરું કરી તેઓ અનંત અવ્યાબાધ મોક્ષસુખના ભેગવનારા થયા.
શ્રી ચંદ્ર કેવલી ગઈ ચોવીસીના શ્રીનિર્વાણી નામના બીજા તીર્થંકર ભગવાનના વખતમાં થઈ ગયા છે. તેઓએ કરેલા શ્રી વર્ધમાન તપને લીધે તેઓનું નામ ૮૦૦ વીસી સુધી અમર રહેશે. ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org