________________
૧ર૮
[ શ્રીવિજયપતિપરંતુ તેમને કાંઈ સંતાન ન હતું. કુલદેવીએ લક્ષ્મીદત્ત શેઠને સ્વપ્નમાં શ્રીચંદ્ર સંબંધી વાત જણાવી હતી તેથી શેઠે ઉદ્યાનમાં આવી પુષ્પના ઢગલાની અંદર રહેલા તે બાળકને ઉપાડી લીધું અને શેઠાણું લક્ષ્મીવતીને આપે. લક્ષમીવતી ઘણી રાજી થઈ. શેઠે પુત્ર જન્મને માટે ઉત્સવ કર્યો. ત્યાં રહેલ તે શ્રી ચંદ્રકુમાર અનુક્રમે શુકલપક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગે. પૂર્વ ભવના તપના અલૌકિક પ્રભાવે થોડા વખતમાં તે સર્વ કલાને પારગામી થયે.
પુત્રના વિગથી રાણી સૂર્યવતી ઘણી વ્યાકુળ રહેતી હતી તેથી કુલદેવીએ સ્વમમાં જણાવ્યું કે બાર વર્ષ પછી તમારા પુત્રને મેળાપ થશે. માટે પુત્રની કઈ જાતની ચિંતા રાખવી નહિ.
ત્યાર પછી બાર વર્ષ પૂરાં થયે શ્રી ચંદ્રકુમારને માત પિતાને સગ (મેળાપ) થયે. તે શ્રી ચંદ્રકુમારે અનુક્રમે મોટી ઉંમરે પૃથ્વી ઉપર પર્યટન કરી કેટલી ઋધિ મેળવી? કેટલી રાજકન્યાઓ પરણ્યા ? કેટલાં રાજ્ય મેળવ્યાં ? તેમજ વિતાઢય પર્વત ઉપર આવેલા વિદ્યાધરોના નગરમાં જઈને રત્નચૂડ તથા મણિચૂડ નામના વિદ્યા ધરની સાથે મૈત્રી થઈ. તેથી અનેક વિદ્યાએ મેળવીને ત્યાં સુખપૂર્વક પિતાને કાળ ગાળવા લાગ્યા વગેરે હકીકત અન્યત્ર છપાએલી હોવાથી અહીં આપવામાં આવી નથી. જિજ્ઞાસુ એાએ ત્યાંથી જોઈ લેવી.
શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી અને શ્રી ચંદ્રકુમાર. વૈતાઢય પર્વત ઉપર મણિભૂષણ નામના વનને વિષે શ્રી ધર્મઘેષ નામના સૂરિમહારાજ પરિવાર સાથે પધાર્યા હતા. ત્યાં અનેક ભવ્ય જી ગુરૂ મહારાજ પાસે દેશના સાંભળવા આવ્યા. તે વખતે શ્રી ચંદ્રકુમાર પણ પિતાના મિત્ર મણિચૂડ વિદ્યાધર અને રત્નશ્ડ વિદ્યા ઘરની સાથે ધર્મોપદેશ સાંભળવા આવ્યા. શ્રીચંદ્રને જોઈને ગુરૂ મહારાજે તપને પ્રભાવ વિસ્તારથી સમજાવતાં જણાવ્યું કે “તપના પ્રભાવથી જે વસ્તુ દૂર હોય છે, તે નજીક આવે છે અથવા પ્રાપ્ત થાય છે. અને જે દુઃખે સાધી શકાય તેવું કાર્ય હોય તે પણ સુખે શાધી શકાય છે. અત્યંત દુઃખે જે આરાધી શકાય તે સહેલાઈથી આરાધાય છે. તપના પ્રભાવથી નીચ કુળમાં જન્મ થતું નથી, રેગે ઉત્પન્ન થતા નથી, પૂર્વના રોગો નાશ પામે છે, દારિદ્ર તથા અજ્ઞાનને નાશ થાય છે. કેઈ તેને (તપસ્વિને) પરાભવ કરી શકતું નથી. કેઈ પણ ઈચ્છિત વસ્તુ મેળવવામાં તપ શ્રેષ્ઠ સાધન છે. માટે હે ભવ્ય જી! તમે તપ ધર્મની સાત્તિવકી આરાધના પરમ ઉલ્લાસથી કરજે.
આ બાબતમાં તમારે વધારે ખાત્રી કરવી હોય તે આ સભામાં બેઠેલા શ્રી ચંદ્ર કુમારને જુઓ. એ પ્રમાણે કહીને આ શ્રી ચંદ્રકુમારે જે રિદ્ધિ સિદ્ધિ મેળવી છે તે શ્રી વર્ધમાન તપને જ મુખ્ય પ્રભાવ છે વગેરે જણાવી તેમણે (ગુરૂએ) શ્રી ચંદ્રકુમારે પૂર્વ ભવમાં ૫૦૦ આયંબિલ તથા વર્ધમાન તપ કરેલે (જેનું વર્ણન આગળ આપવામાં આવેલું છે.) તે હકીકત વિસ્તારપૂર્વક સમજાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org