SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચંદ્ર કેવલી ચરિત્ર) ૨૩૫ મંત્રી. અશકશ્રી વગેરે તેમને વંદન કરવા ગયા. નગરીમાંથી બીજા પણ ઘણું લેકે તેમને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા. ગુરૂમહારાજે સમયને ઉચિત ઉપદેશ આપતાં કહ્યું કે મહા દુર્લભ મનુષ્ય ભવ પામીને તેનાથી સાર રૂપ ધર્મની આરાધના કરનાર જી જ મુકિતના સુખને પામે છે. કારણ કે ધર્મથી જ તમામ ઈષ્ટ અર્થોની સિદ્ધિ થાય છે. માટે જે મનુષ્યભવ પામીને ધર્મનું સેવન કરે છે તેઓ કૃતાર્થ બને છે. આ જીવનમાં સુખ દુઃખની પ્રાપ્તિ પૂર્વે બાંધેલા કર્મને અનુસારે થાય છે. જેઓએ દયા દાના દિક ધર્મ કાર્યો પૂર્વે કર્યા છે તેઓ સુખી થાય છે અને જીવહિંસાદિ પાપાચરણ કરનારા જીવે દુઃખી થાય છે. આ સુખ દુઃખની પ્રાપ્તિમાં બીજાઓ તે નિમિત્ત માત્ર છે. આ રીતે ધર્મોપદેશ આપીને ગુરૂ મહારાજ અટક્યા. તે વખતે નરદેવ રાજાએ પૂછયું કે આ મારા મિત્ર ચંદન શેઠને અશકશ્રીને બાર વર્ષને વિયેગ કયા કર્મને લીધે થયે તે જણાવવા કૃપા કરશે. તે વખતે જ્ઞાની ગુરૂમહારાજે કહ્યું કે હે નરદેવ રાજા! આ સંસારમાં જીવે તે બાંધેલા કર્મોને અનુસાર સુખ દુઃખ ભેગવે છે. તમારા મિત્રને અશકશ્રીને વિગ થવાનું કારણ તેણે પૂર્વ ભવમાં બાંધેલા કર્મને ઉદય જાણ. આ કર્મ તેણે શાથી બાંધ્યું તે સાંભળે. વર્તમાન ભવથી પાછલા ભવે આ ચંદન શેઠને જીવ એક શ્રેષ્ઠી પુત્ર હતું અને આ અશેકશ્રીને જીવ તેની સ્ત્રીરૂપે હતે. તે ભવમાં તેઓએ હાસ્યમાં વિગ કરાવનારું ઉપભેગાંતરાય નામનું ગાઢ કર્મ બાંધ્યું. ત્યાર પછીના ભાવમાં તે શ્રેષ્ઠી પુત્ર સુલસ નામે શ્રેષ્ઠી પુત્ર થયું અને તેની સ્ત્રી પણ તે સુલસની ભદ્રા નામની ભાર્યા થઈ પૂર્વ ભવમાં બાંધેલ ઉપભેગાંતરાય કર્મને ઉદય થવાથી તે બંનેને ૨૪ વર્ષોને વિયાગ થયે. ગુરૂ મહારાજને પૂછવાથી તેમણે જાણ્યું કે પિતે પૂર્વ ભવમાં હાસ્ય કરીને બાંધેલા ઉપભેગાંતરાય કમના ઉદયથી તેમને વિયેગ થયું. ત્યાર પછી “કમને તેડવા માટે શું કરવું” એમ ગુરૂ મહારાજને સુલસે પૂછ્યું. તે વખતે ગુરૂ મહારાજે આયબિલ તપને પ્રભાવ તેમને સમજાવ્યા. તેથી સુલસે એકાંતરે પ૦૦ આયંબિલ કર્યા અને ભદ્રાએ બે વખત ૫૦૦ આયંબિલ લાગટ કર્યા. આ તપના પ્રભાવથી તેઓએ ઘણું પુણ્યાનુબંધી પુણ્ય કર્મોને બંધ કર્યો. એક વાર એક પુરૂષ કૂવામાં પડી જવાથી ડૂબતે હતો. તે વખતે દયા આવવાથી સુલસે કૂવામાં દોરડું નાખીને તેને બહાર કાઢયે. આથી તે સુલસે વધારે પુણ્યાનુબંધિ પુણ્ય કર્મો બાંધ્યાં. ત્યાર પછી તે બંને જૈન ધર્મની આરાધના કરી દેવલેકમાં ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઈ સુખે ભેગવીને આયુષ્ય પુરું થયે સુલસને જીવ દેવકમાંથી અવીને આ તમારે મિત્ર ચંદનશેઠ થયે અને ભદ્રાને જીવ તેની સ્ત્રી અશકશ્રી થઈ. જે પુરૂષને સુલસે દયાભાવથી કૂવામાંથી બહાર કાઢયા હતા તે પુરૂષ કાળાંતરે તમે પિતે જ નરદેવ નામના રાજા થયા. તમે તે ભવમાં સુલસે કરેલા ૫૦૦ આયંબિલની ઘણું અનુમોદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy