________________
૨૩૨
[ શ્રીવિજયપધસૂરિકૃતરાણાજી–હે ગુરૂદેવ ! આપની વાણી સાંભળીને આજે હું કૃતાર્થ થયે છું. આપની વિકટ તપશ્ચર્યાની બીના જાણીને મારે કહેવું જોઈએ કે–આપશ્રીજી મહાતપસ્વી છે. આપની સાધુતા જ માનવ જન્મને સફલ કરાવનારી છે. આપ જેવા મહાપુરૂષે ભારત ભૂમિને પાવન કરે છે, તેને લઈને જ તે ભારતભૂમિ રક્તવતી કહેવાય છે. એ વ્યાજબી છે. અવસરે ફરી આપના દર્શન કરવા હું જરૂર આવીશ એમ કહીને વંદન કરી, ગુરુ દેવને “ધર્મલાભ” આશીર્વાદ લઈને રાણાજી સ્વસ્થાને ગયા. વિ. સં. ૧૨૮૫ માં આ પ્રસંગ બન્યું. ત્યારથી વડગચ્છ નામ બદલાઈને “તપાગચ્છ' નામે પ્રસિદ્ધિને પામ્યું.
હરિગીત છંદ નિર્ગથે કટિક ચંદ્ર તિમ વનવાસી ગ૭ વડ નામ એ, વર પાંચ નામે પૂર્વના તપ ગચ્છ કેરા જાણીએ સ્વામી સુધર્મા તેમ સુસ્થિત ચંદ્ર સામંતભદ્રજી,
શ્રી સર્વદેવ કમેજ તેના થાપનારા સૂરિજી-૧ અર્થ--શ્રી સુધર્માસ્વામિજીથી નિગ્રંથ ગચ્છની સ્થાપના થઈ ૨. શ્રી સુસ્થિત સૂરિએ અને શ્રી સુપ્રતિબદ્ધ સૂરિએ ક્રોડ વાર શ્રી સૂરિમંત્ર જાપ કરીને “કેટિક’ ગચ્છ સ્થાપે. ૩ શ્રી ચંદ્રસૂરિ મહારાજે ચંદ્ર ગચ્છની સ્થાપના કરી. ૪ શ્રી સામતભદ્રસૂરિજીએ “વનવાસિગચ્છ'ની સ્થાપના કરી. ૫ શ્રી સર્વદેવસૂરિજીએ “વડગચ્છના સ્થાપના કરી. ૬ શ્રી જગશ્ચંદ્રસૂરિજીએ “તપાગચ્છની સ્થાપના કરી.
૧૧ શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજ–શ્રી જનેન્દ્રશાસનના મહા પ્રભાવક આ શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજે બાર વર્ષ સુધી ચાલુ રાખવાની ભાવનાથી આયંબિલ તપ શરૂ કર્યો હતે. તે આઠ વર્ષ ચાલુ રહ્યા બાદ શ્રી સંઘના આગ્રહથી તેમણે પારણું કર્યું હતું. મહાપાધ્યાય શ્રી યશોવિજયજીએ તેમની આ પ્રમાણે સ્તુતિ કરીને આઠ પ્રભા વકેમાં આઠમા પ્રભાવક જણાવ્યા છે.
કાવ્યસુધારસ મધુર અર્થે ભર્યા, ધમહેતુ કરે જેહ, સિદ્ધસેન પરે રાજા રીઝવે, અદમ વર કવિ તેહ
ધન્ય ધન્ય શાસન મંડન મુનિવરા. ૮ શિષ્ય–પૂર્વે શ્રી આયંબિલ વર્ધમાન તપ આદિની આરાધના ઘણાંએ ભવ્ય જીએ કરી હતી, છતાં શ્રી ચંદ્રરાજર્ષિના નામની વધારે પ્રસિદ્ધિ છે. તેનું શું કારણ?
ગુરૂ–હે શિષ્ય ! આ હકીકત સપષ્ટ રીતે સમજાવવાના ઈરાદાથી હું તને તેમના જીવનની બીના ટુંકમાં જણાવું છું તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org