________________
૨૨૮,
(શ્રીવિજયપઘસરિકૃતમહાન કૃષ્ણારાણી પ્રભુ શ્રી મહાવીર દેવની અપૂર્વ વૈરાગ્ય ભાવગર્ભિત દેશના સાંભળીને દીક્ષા પ્રહણ કરી મહત્તરા શ્રીચંદનબાલા સાધ્વીજીની પાસે પરમ ઉ૯લાસથી શ્રમણ ધર્મની સાત્વિકી અમારાધના કરે છે. તેમને દિક્ષા પર્યાય ૧૭ વર્ષ પ્રમાણ હતું. તેમાં ૧૪ વર્ષ, ૩ માસ ને ૨૦ દિવસ સુધીના કોલમાં શ્રી આયંબિલ વર્ધમાન તપની આરાધના કરી હતી. આયુષ્યના અંતકાલે સુલેખનાદિ વિધિ કરવા પૂર્વક કર્મોને ક્ષય કરી તે સિદ્ધિપદને પામ્યા,
૩ પાંચ પાંડે–તેમણે પૂર્વ ભવમાં વિવિધ પ્રકારના તપની આરાધના કરી હતી. તેમાં વર્ધમાન તપની આરાધના કરી હતી એમ જણાવેલ છે.
૪ શ્રી સનસ્કુમાર ચકવત્તી–વર્તમાન ચોવીશીના ૧૬ માં તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં તેઓ થયા. તેમણે પાછલા ભવે શ્રી આયંબિલ વર્ધમાન તપની સંપૂર્ણ આરાધના (૧૦૦ ઓળી) કરી હતી અને ચાલુ ચક વસ્તીના ભાવમાં પણ વિવિધ પ્રકારની કઠીન તપશ્ચર્યા કરી હતી. તેના પ્રભાવે તેમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં એવી પણ લબ્ધિ હતી કે જેથી પરીક્ષા કરવા આવેલા દેવે પણ આશ્ચર્ય પામ્યા તેમણે તે દેવને ચોખું સંભળાવી દીધું કે દ્રવ્ય રોગોને નષ્ટ કરવા ચાહું તે હું લબ્ધિના પ્રભાવે કરી શકું છું, પણ તેમને નાશ થાય કે ન થાય તેની મને ચિંતા નથી. તમારી તાકાત હોય તે મારા ભાવ રેગેને નાશ કરે ? દેએ કહ્યું કે–અમારી તેવી શક્તિ નથી, કે જેથી અમે તમારા ભાવ રેગોને નાશ કરી શકીએ. વ્યાજબીજ છે કે-જેણે પોતાના ભાવ રોગને નાશ કર્યો હોય, તેજ આત્મા બીજાના ભાવ રોગને નાશ કરી શકે છે. દેવે પિતેજ ભાવોગથી રીબાઈ રહ્યા છે, તે તેઓ બીજા જેના ભાગને નાશ કરી શકે જ નહિ. આવા તીવ્ર વૈરાગ્ય રંગથી રંગાયેલા શ્રી સનકુમાર ચકવત્તી પરમ ઉલાર થી શ્રમણ ધર્મની સાત્વિકી આરાધના કરી પર તારક થઈ જિન શાસનના પરમ પ્રભાવક થયા.
૫ શ્રી વર્ધમાનસૂરીશ્વરજી–મહામંત્રી શ્રમણોપાસક વસ્તુપાલ તેજપાલના સમયે આ સૂરિજી મહારાજ વિદ્યમાન હતા. તેમણે વર્ધમાન આયંબિલ તપની છેલ્લી ૧૦૦ મી આળી ચાલુ હતી ત્યારે અભિગ્રહ લીધે કે—“મહાચમત્કારી પ્રભુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરી પારણું કરીશ” આકરી તપશ્ચર્યાદિ કરવાથી અશકત હેવા છતાં તેમણે મને બળથી તે બાજુ વિહાર કર્યો. પણ ત્યાં પહોંચતા પહેલા તે સૂરિજી મહારાજ કાળધર્મ પામી તે તીર્થના અધિષ્ઠાયક દેવ થયા. તે તમને અને તીર્થને અલૌકિક પ્રભાવ જણાવે છે.
૬ શ્રી પરમદેવસૂરીશ્વરજી–આ શ્રી સૂરિજી મહારાજ પૂર્ણિમા ગુચ્છના હતા. વિક્ર પની ચૌદમી સદીમાં તે હુયાત હતા. તેમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના સાયથી વર્ધમાન આયંબિલ તપની સંપૂર્ણ આરાધના (૧૦૦ એળી) કરી હતી. તેમના તપના પારણાંના. પ્રસંગે કઠેદ ગામના રહીશ દેવપાલ નામના શેઠે વિ. સં. ૧૩૦૨ માગશર સુદ પાંચમે (શ્રવણ નક્ષત્રમાં) અપૂર્વ મહત્સવ કર્યો હતો. અને સાત યક્ષ શ્રી સંઘને ઉપદ્રવ કરતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org