SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપાપુરી મહિમા લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી. અયોધ્યા નગરી અને કૌશાંબી નગરીની માફક આ શ્રીચંપાપુરી પણ મહાપ્રાચીન નગરી ગણાય છે. આ નગરીમાં શ્રી તીર્થકર દેવનાં પાંચે કલ્યાણક થયા છે. શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પાંચ કલ્યાણ વર્તમાન વીશીના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજા–દશમા પ્રાણુત દેવલેકના વીસ સાગરેપમ સુધીનાં દેવતાઈ સુખે ભેગવી જેઠ સુદિ છઠ્ઠને દિવસે આ નગરીમાં વસુપૂજ્ય રાજાની શ્રી જ્યારાણુની કુક્ષિમાં આવ્યા. તે ચ્યવન કલ્યાણક થયું. કુંભ રાશિ અને શતભિષ નામના નક્ષત્રમાં કાર્તિક વદિ ચૌદશે આ નગરીમાં જ તેઓ જન્મ પામ્યા. એટલે તે બીજું જન્મ કલ્યાણક થયું. ૭૦ ધનુષ્ય પ્રમાણ કાયાવાલા પ્રભુ શ્રી વાસુપૂજ્યસ્વામી મહારાજાએ કુમાર અવસ્થામાં છઠ્ઠ તપ કરીને ૬૦૦ પુરુષની સાથે આ નગરીના પાડલ વૃક્ષની નીચે ફાગણ સુદિ પૂનમે પવિત્ર સંયમ પ્રહણ કર્યું. ત્યારે તેઓ ચતુર્થ જ્ઞાન પામી ચઉનાળુ થયા. આ ત્રીજું દીક્ષા કલ્યાણક થયું. પહેલું પારણું તેમણે સુનંદા, શેઠને ઘેર કર્યું, ત્યાં પંચ દિવ્ય પ્રકટયાં. એક માસ છદ્મસ્થપણે વિચર્યા બાદ મહા સુદી બીજે છઠ તપમાં રહેલા પ્રભુને આ જ નગરીમાં કેવલજ્ઞાન પ્રકટ થયું, જેથી પ્રભુ સર્વજ્ઞ સર્વદશી કહેવાયા. આ તેમનું ચોથું કેવલજ્ઞાન કલ્યાણક થયું. પ્રભુદેવને શ્રી સુભૂમ આદિ ૬૬ ગણધરો હતા. વૈકિય લબ્ધિના ધારક મુનિવરે ૧૦૦૦૦, વાદીએ ૪૭૦૦, અવધિજ્ઞાની ૫૪૦૦, કેવલી ૬૦૦૦, ચઉનાણુ મુનિવરે ૬૫૦૦, અને ૧૨૦૦ ચૌદપૂવી મુનિઓ હતા. તથા બેતેર હજાર સાધુએ, અને શ્રી ધરણે આદિ એક લાખ સાધ્વીઓને પરિવાર હતો. શ્રાવકે ૨૧૫૦૦૦ હતા અને શ્રાવિકાઓ ૪૩૬૦૦૦ હતી. તેર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રભુ આ નગરીમાં ૬૦૦ મુનિવરેની સાથે, માસિક અણુશણ કરી, અષાડ સુદિ ચૌદશે મુક્તિને પામ્યા. આ પ્રભુનું પાંચમું મેક્ષકલ્યાણક થયું. રેહિણી રણની મુકિત આ પ્રભુદેવના મઘવ નામના પુત્રને લક્ષ્મી નામની પુત્રી હતી. તે લક્ષમીને આઠ પુત્ર અને રોહિણી નામની પુત્રી હતી. નૃપતિ શ્રી અશેકે આ રહિણીને પટ્ટરાણીપદે સ્થાપના કરી હતી. રોહિણી રાણીને ૮ પુત્ર અને ૪ પુત્રીઓ હતી. આ રેહિણીએ પ્રભુદેવના રૂકુંભ અને સ્વર્ણકુંભ નામના બે મુનિવરેની દેશના સાંભળતાં પિતાના દુઃખનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy