________________
૧૬૯
શ્રીસ્તંભનપાર્થવૃહત્કલ્પ ]
दीहरफणिंदनाले, महिहरकेसरदिसाबहुदलिल्ले ॥
उप्पियइ कालभमरो, जणमयरंदं पुहइपउमे ॥१॥ અર્થ-જેને ફણીન્દ્ર રૂપી લાંબા વાળ છે, પર્વતે રૂપી કેસરાં છે, દિશાઓ રૂપી પુષ્કલ પાંદડાં છે, એવા જગત્ (પૃથ્વી)રૂપ કમલ પર મેહ પામેલ કાલ રૂપી ભમરો મનુષ્ય રૂપી મકરંદનું પાન કર્યા કરે છે, વસ્તુસ્થિતિ એમ હવાથી હે ભદ્ર! અવિચિછન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત ત્રિપુટી શુધ્ધ શ્રી જિનધર્મ અંગીકાર કર. સૂરિજીનું આ વચન સાંભળીને નાગાર્જુને વિના સંકેચે ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું.
પછી આચાર્ય મહારાજે કહ્યું કે-કાંજી અને ચોખાના ચોખ્ખા ધણના પાણીથી ઓષધી શુંટીને પગે લેપ કરવાથી આકાશગામી થવાય. એમ સાંભળી, તે પ્રમાણે કરવાથી ગરૂડની પેઠે આકાશ માર્ગો ઉડીને તે યથેચ્છસ્થાને જવા લાગ્યું. કૃતજ્ઞશિરોમણિ, વિદ્યાસિદ્ધ તે નાગાને તીર્થાધિરાજ પ્રાતઃસ્મરણીય શ્રી સિદ્ધિગિરિની તળેટીમાં જઈને શ્રી ગુરૂના નામે પાદલિપ્ત (પાલીતાણા) નામે નગર વસાવ્યું, ગિરિરાજની ઉપર શાસનાધિપતિ, ચરમ તીર્થંકર, શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુનું ચિત્ય કરાવ્યું. ત્યાં ગુરૂ મૂર્તિને પણ સ્થાપના કરી. શ્રી ગુરૂ મહારાજને બોલાવીને તેણે બીજાં પણ જિનબિંબની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજે મૂલનાયક પ્રભુ શ્રી મહાવીર દેવની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરીને કહ્યું કે એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યા અત્યંત ગુપ્ત રહેશે. તે આજકાલના નિર્માગી મનુષ્ય જાણી શકશે નહિ. પછી શ્રી ઉજજયંતગિરિની નીચે દુર્ગની પાસે ગુરૂ મહારાજના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને નાગાજીને સર્વ તેવા પ્રકારના આવાસાદિક કરાવ્યાં. તેમાં શ્રી દશાહંમંડપ, ઉગ્રસેનનું રાજભુવન, તથા વેદિકા પરવિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે પણ ત્યાં ગયેલ ધાર્મિક જનેના જેવામાં આવે છે.
હવે પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા હતા, જે ચક્રવતિ જે અને ગુણવંત હતો. બીજી બાજુ, શ્રી કાલિકાચાર્યને ભાણેજ અને યશસ્વી એ બલમિત્ર નામે રાજા ભરુચમાં રાજ્ય કરતે હતે. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરે ઘાલ્યું. તેમાં વ્હાર રહેતાં બાર વરસ નીકળી ગયા, છતાં તે રાજા નગર લઈ શકે નહી. અને ઘણા ટાઈમે પણ તે કિલે લે અશક્ય જાણું તે કંટાળે. આ પ્રસંગે નાગાર્જુને તે (સાતવાહન) ના મુખ્ય મંત્રીને જણાવ્યું કે ભેદના પ્રયોગથી હું કિલ્લે સર કરવાની યુક્તિ બતાવીશ, માટે મને નગરમાં મોકલે. ત્યારે મંત્રીએ એ વાત કબૂલ કરી. પછી નાગાર્જુન સૈન્યમાંથી અલગ થઈ ભાગવતને વેવ પહેરી નગરમાં દાખલ થયો. ત્યાં રાજમંદિરમાં જઈ તેણે રાજાને કહ્યું કે હે રાજ! જીણું ૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org