________________
[ વિજ્યપદ્રસૂરિકૃતપમાડે છે. વળી તેઓના પુણ્યના પ્રભાવથી ઉપસર્ગો દૂર થઈ જાય છે. તેઓ સ્વભાવે શાંત હોય છે અને સમતા વગેરે ગુણોને ધારણ કરે છે. તેઓ શત્રુઓ ઉપર પણ સમતા ભાવ રાખે છે અને તેમને પણ બોધ આપીને મોક્ષના માર્ગમાં જોડે છે. આ પ્રમાણે તીર્થકર નામ કર્મના ઉદયથી તેઓ બીજા ને પણ તારે છે. ૨૩૨
હવે ગ્રંથકાર શીખામણ આપે છેપ્રભુ જીવનને વાંચજો ને અન્યને સમજાવજો,
તત્ત્વ ચિત્ત ધારો પ્રભુમાર્ગ રંગે વિચરે; આત્મગુણરંગી બની બીજા જનોને તારો, પ્રભુ જીવનના લાભ એ મારી શીખામણ માનજો.
૨૩૩ સ્પષ્ટાથ –હવે ગ્રંથકાર અંતિમ હિતશિક્ષા આપવાની ભાવનાથી કહે છે કે હે ભવ્ય જીતમે આ શ્રી પદ્મપ્રભ પ્રભુના ચરિત્રને વાંચો અને તેના રહસ્યને સમજીને બીજાઓને સમજાવજે. પ્રભુએ કહેલા દેશનાદિના તત્ત્વને પણ ચિત્તમાં ધારણ કરજે અને પ્રભુએ કહેલા માર્ગને વિષે આનંદપૂર્વક વિચારજે. વળી આત્માના ગુણ એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપી ગુણેમાં રમણતા કરવાથી થતા આનંદને અનુભવ કરનારા થજે અને બીજા જનેને ઉદ્ધાર કરે. આ બધા પ્રભુના જીવનને જાણવાને લાભ છે એ મારી શીખામણને તમે પ્રહણ કર. ૨૩૩
હવે ગ્રંથકાર ગ્રંથની સમાપ્તિ કરતાં વાચકને આશીર્વાદ આપે છે દેશના ચિંતામણિને ભાગ છટ્રો પૂર્ણતા,
પામે અહીં વાચક લહા નિજ આત્મ ગુણ ગણ રમણતા; દેવ વિમલેશ્વર તથા ચકેશ્વરી પદ્માવતી, વિઘ હરજો પૂરજો શ્રી સંધની વાંછિત તતિ,
૨૩૪ સ્પષ્ટાર્થ –આ પ્રમાણે છે શ્રી પદ્મપ્રભુસ્વામીના જીવન તથા દેશનાને જણાવનાર આ દેશનાચિંતામણિને છઠ્ઠો ભાગ અહીં પૂરો થાય છે. આ ગ્રંથને વાંચનાર તે વાંચીને પિતાના આત્માના ગુણોને સમૂહ જે જ્ઞાન દર્શનાદિ તેમાં રમણતા કરનારા થાઓ. આત્મગુણમાં રમણુતા કરનાર જ કર્મોને નાશ કરીને ઉચ્ચ દશાને પામે છે. શ્રી વિમલેશ્વર નામના શાસન નાયક યક્ષ તથા શ્રીચક્રેશ્વરી તથા પદ્માવતી નામની જિનશાસનની રક્ષા કરનારી દેવી શ્રી ચતુર્વિધ સંઘના વિઘોને નાશ કરે અને સંઘની ઈચ્છાની પરંપરાને પૂરી કરે એવી મારી ભાવના છે. ૨૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org