________________
૧૫૮
[ શ્રીવિજયપધસૂરિકૃતકઈ ભાવનાથી તીર્થંકર પદવી પ્રાપ્ત થાય તે જણાવે છે-- એ પૂજ્ય પુરૂષ પૂર્વ ભવના તીવ્ર શુભ સંસ્કારથી,
શાસન રસિક સૌને બનાવું એ ઉત્તમ ભાવથી; વાસ સ્થાનક આદિ તપને સાધતા સંચમી બની, દેવભવમાં રાચતા ન શમે સહે પીડ નરકની.
૨૩૦ સ્પષ્ટાથ –જે મહાપુરૂ તીર્થકર થવાના હોય છે તેઓ તેમના પૂર્વભવમાં ઉત્તમ સંસ્કારને લીધે એવી ભાવના ભાવે છે કે હું આ જગતના સર્વ ને શ્રી જિનશાસનના રસિયા (પરમ ઉલ્લાસથી શ્રી જિનશાસનની આરાધના કરનારા) બનાવું. એમની ભાવના સર્વ જીવનું કલ્યાણ કરવાની હોય છે. આવી ઉત્તમ ભાવના જ્યારે પૂરી વિશાળ દષ્ટિ આત્મામાં ખીલી હેય ત્યારે જ થાય છે. આ ભાવનામાં સાંસારીક સ્વાર્થને સર્વથા અભાવ છે અને આવી ભાવના ભાવનારા છે ઘણા જ થોડા હોય છે. તેઓ ઉપર કહેલી ભાવના પૂર્વક તે ભવમાં એક બે સ્થાનકોથી માંડીને ઉત્કૃષ્ટપણે વીસે સ્થાનકેની આરાધના કરે છે અને નિર્મલ ચારિત્રનું પાલન કરે છે. આવી ભાવના મનુષ્ય ભવમાં જ ઉપજે છે. તે જીવે વૈમાનિક દેવનું અથવા નરકનું આયુષ્ય બાંધેલું હોય છે. નરકનું આયુષ્ય બાંધનારા તે જીવે તે મનુષ્ય ભવમાં શરૂઆતમાં મિથ્યાદષ્ટિ હોય છે અને તે મિથ્યાદષ્ટિ અવસ્થામાં તેમણે નરકનું આયુષ્ય બાંધેલું હોય છે અને સમકિત પામ્યા પછી તેઓ ઉપર જણાવેલી ભાવનાદિ કારણેથી તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરે છે. આજ કારણથી વૈમાનિક દેવમાંથી મનુષ્ય ભવમાં આવેલા અથવા પ્રથમની ત્રણ નરકમાંથી મનુષ્યનાં આવેલા છ જ તીર્થંકર થાય છે. તિર્યંચ ગતિમાંથી મનુષ્ય ગતિમાં ઉપજેલા અથવા મનુષ્ય ગતિમાંથી મનુષ્યમાં આવેલા જ તીર્થકર થતા નથી. જેઓ તીર્થકર નામ કર્મને બાંધીને દેવપણે ઉપજે છે તેઓ બીજા દેવોની માફક તે દેવ ભવનાં સુખમાં રાચતા નથી અથવા તેઓ દેનાં સુખો આસકિત વિના ભગવે છે. જે એ નરકમાં ઉત્પન્ન થાય છે, તેઓ સમતા ભાવપૂર્વક નરકની પીડા સહન કરે છે. તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરનારા પ્રબળ પુણ્યશાલી એના વિચાર ભાષા અને વર્તન બીજા સામાન્ય જીના વિચારાદિ કરતાં બહુ જ ઉત્તમ પ્રકારના હોય છે, તેથી તેવા આત્માઓ દેવભવમાં પણ પૂર્વભવના ઉત્તમ સંસ્કારના પ્રતાપે આ રીતે નિમલ ભાવના ભાવે છે કે હે જીવ! દેવ ભવમાં કમનિજેરાનું અપૂર્વ સાધન શી જિનેશ્વર દેવેની પરમ ઉલ્લાસ. થી ભકિત કરવી એજ છે. મેહવાસિત દષ્ટિને લઈને જ આ દેવતાઈ સુખે બીજા દેને સારા લાગે, પણ તત્ત્વદષ્ટિથી સમજવું જોઈએ કે-આ બધા સુખના સાધને ક્ષણવારમાં નાશ પામવાના સ્વભાવવાળા છે ને ચીકણાં કર્મોને બંધ કરાવનારા છે. માટે તેમાં તારા જેવા જ આસકત બને જ નહિ. આવી ભાવનાથી તેઓ પ્રભુભક્તિ આદિ દ્વારા દેવ જીવનને પૂર્ણ કરી ઉત્તમ માનવભવમાં તીર્થંકર થઈને સિદ્ધિનાં સુખ પામે છે. એ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org