________________
દેશનાચિંતામણિ ]
૧૩૭ જ ગળી જાય છે તેથી તેઓ દુઃખી થઈને મરણ પામે છે. એમ બીજા પણ ચતુરિટ્રિય જીવોને ઘણી જાતનાં દુઃખ ભેગવવાં પડતાં હેવાથી તેના દિવસે ભયમાં પસાર થાય છે. એ પ્રમાણે ચતુરિંદ્રિય જીવોનાં દુઃખે કહીને હવે પંચેન્દ્રિય તિર્યંચનાં દુઃખ કેવાં છે તે કહે છેઃ—સમુદ્ર સરોવર વગેરેમાં રહેતાં માંછલાં એક બીજાને ખાઈ જાય છે. મેટાં માછલાં નાનાં માછલાને ગળી જાય છે. માછીઓ વગેરે હિંસક જીવે તેમને જાળમાં પકડે છે. તેમની ચરબી મેળવવાને માટે તેમને મારીને ગાળવામાં આવે છે. એ પ્રમાણે બીજા પણ જલાશમાં અનેક પ્રકારનાં જલચર છે એક બીજાનું ભક્ષણ કરીને જીવે છે. ૧૮૬ મૃગ આદિને સિંહાદિ મારે તેમ શીકારી જને,
જીવ હણતા દયા હીન નર બળદ આદિકને ઘણે; ભાર ઉપડાવે તદા તે માર ચાબુક આદિને, સહન કરતા શુક પ્રમુખનો ભય બહુ નાદિને.
૧૮૭ સ્પષ્ટાર્થ –જંગલની અંદર તથા પર્વતાદિની ઉપર સિંહ વાઘ વગેરે બલવાન હિંસક પ્રાણીઓ હરણ વગેરે વનચર પ્રાણીઓને પકડીને મારે છે. માંસ ખાનાર શિકારી માણસે જંગલની અંદર વસતા નિરપરાધી ને મારે છે. દયા વિનાના મનુ બળદ, ઘોડા, ઉંટ, ગધેડાં વગેરે પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવે છે. તે ઉપ રાંત ચાબુક વગેરેને ઘણે માર મારે છે અને તે તેઓને મૂંગે મોઢે સહન કરવો પડે છે. નિર્દય મનુષ્યના કબજામાં પડેલાં તે મૂંગાં પ્રાણીઓ અનેક પ્રકારની ભૂખ, તરસ વગેરેની વેદનાઓ સહન કરે છે. એ પ્રમાણે સ્થલચર તિર્યંચે અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે તે જણાવીને હવે ખેચર જીવો એટલે પક્ષીઓ કેવાં દુખે ભોગવે છે તે જણાવે છે –શુકાદિક એટલે પિપટ, મેના, ચકલી, તેતર, વગેરે પક્ષીઓને બાજ, શમડી વગેરે શિકારી પક્ષીઓને ઘણે ભય હોય છે. ૧૮૭ માંસ લેભી જાળ આદિક સાધનેથી પકડતા,
- અનેક રીત વિડંબતા બહુ ત્રાસ દેતા મારતા; તિર્યંચ પક્ષી આદિને જલ અગ્નિ શસ્ત્રાદિક તણા,
હંમેશને ભય દુખિ ભવ આ જાણો તિર્યંચને. ૧૮૮
સ્પષ્ટાર્થ –માંસના લાલચુઓ તથા શિકારના શેખીન ક્ષત્રિય રાજા વગેરે તે પક્ષીઓને જાળ વગેરે સાધનેથી પકડે છે, અને તેમને અનેક રીતે વિડંબના પમાડે છે અને મારે છે. આ પ્રમાણે તિર્યંચ પક્ષીઓને તેમજ બીજા સ્થલચર તિર્યને પણ પાણીને, અગ્નિને તથા શસ્ત્રાદિકને હમેશને ભય હોય છે. માટે આ તિર્યંચને ભવ પણ ઘણા દુઃખોથી ભરેલું છે એમ જાણવું. અહીં તિર્યંચ ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org