________________
૧૩૪
[ શ્રીવિજયપધસૂરિકૃતપણ તેમને નાશ થાય છે. આ પ્રમાણે પ્રભુ દેવના વચનથી જાણી શકાય છે કે અપકાયના છે પણ અનેક પ્રકારનાં દુઃખ ભેગવે છે. ૧૯
અગ્નિકાય તથા વાઉકાય જેનાં દુઃખે બે ગાથામાં કહે છે – અગ્નિ બૂઝાવાય જલ આદિક થકી ઘણું આદિએ,
કુટાય તેમ બળાય ઇંધણ આદિથી અવધારીએ, વાયુ પંખા આદિથી શીતષ્ણ શસ્ત્રાદિક તણું,
વેગે હણાય મરણ લહે તિમ વાયુથી પશ્ચિમતણું. ૧૮૦ પૂર્વ વાયુ હણાય ઉત્તર વાયુથી દક્ષિણ તણ
વાયુ માહામાંહિ મળતા તેમ પર કાય શસ્ત્રનો ન હોતાં મુખાદિકના પવનથી પીડાદિને, પામે ભુજંગાદિક થકી પીવાય બહુ દુઃખ વાયુને.
૧૮૧
૧૮૦
પટાર્થ –હવે અગ્નિકાય છનાં દુઃખનું વર્ણન કરતાં કહે છે કે તે અગ્નિના છે તેમના ઉપર પાણી વગેરે નાખીને ઓલવી નાખવામાં આવે છે તેમજ તેમને ઢાંકીને ઠારી નાખવામાં આવે છે. લેહુ વગેરે ધાતુ જે પૃથ્વીકાય રૂપ છે તેને જ્યારે ભટ્ટીમાં તપાવાય છે ત્યારે તે ધાતુ લાલચેળ થઈ જાય છે અને તે વખતે તે અગ્નિકાય રૂપ થઈ જાય છે, તેના આકાર બનાવવા માટે તેને લોઢાના ઘણ વગેરેથી ટીપવામાં આવે છે તેથી તે કૂટાય છે. તેમજ તેમાં બળતણ વગેરે નાખીને તેને બાળવામાં આવે છે. એમ તે છે અનેક રીતે વિવિધ દુખે ભેગવે છે. એ પ્રમાણે ટૂંકાણમાં અગ્નિકાય જેનાં દુઃખ જાણવાં.
હવે વાયુકાય જીવોનાં દુઃખો જણાવે છે : પંખા વગેરે વડે વાઉકાય છવા હણાય છે. પશ્ચિમ દિશાના વાયરા વડે પૂર્વ દિશાને વાયરે હણાય છે. ઉત્તર દિશા તરફના વાયરાથી દક્ષિણ દિશાના વાઉકાય (વાયરા) હણાય છે. આ પ્રમાણે વાયુકાય છે માંહોમાંહે પરસ્પરના મળવાથી (અથડાવાથી) હોય છે. તેમજ પરકાય રૂપી શસ્ત્ર એટલે પૃથ્વીકાયાદિનાં સંબંધથી પણ તેઓ હણાય છે. મુખ વગેરેના પવનથી પણ તેઓ પીડાય છે. વળી ભુજંગાદિક એટલે સર્પ, અજગર વગેરેથી તે વાઉકાયનું પાન કરાય છે, તેથી પણ તે જીવો તીવ્ર દુઃખ અનુભવે છે. આ પ્રમાણે વાઉકાય જીવોને પણ અનેક પ્રકારની વેદનાઓ ભેગવવી પડે છે. તેથી વાઉકાયપણામાં પણ આવા બીજા ઘણાં દુઃખ રહેલાં છે એમ સમજવું. ૧૮૦–૧૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org