________________
દેશનાચિંતામણિ ]
૧૧૭, ઉત્તરા--જે વકતા એટલે ઉપદેશ આપનાર છે તે શ્રોતાઓને લાભ થાય એવા ઉદ્દેશથી ઉપદેશ આપે છે તેથી કદાચ કર્મના ઉદયને લીધે ઉપદેશ આપ્યા છતાં શ્રોતાને તેની કોઈ અસર ન થાય તે પણ વક્તાને તે એકાંત લાભ જ થાય છે, કારણ કે તે તે અનુગ્રહ ભાવથી એટલે નિસ્પૃહભાવે પારકાને ઉપકાર કરવાની શુભ ભાવનાથી જ ઉપદેશ આપે છે, માટે તેવા ઉપદેશના દેનાર પુણ્યશાલી જીવોને ઘણે લાભ થાય છે. (૯૦) ૧૪૭
અબાધા કાલ કોને કહેવાય તે સમજાવે છે – કર્મબંધ થયા પછી સમય કદિય તણું,
પૂર્વને જે કાલ વચલો તે અબાધા કહે ગુણી; બાંધ્યા પછી ફલને અનુભવ જ્યાં સુધી હવે નહી, ત્યાં સુધી કાલ જે તે છે અબાધા ક્ષણ સહી.
૧૪૮ સ્પષ્ટાર્થ–પ્રશ્ન –અબાધા કાલનું સ્વરૂપ શું?
ઉત્તર –જીવ જ્યારે જ્ઞાનાવરણીયાદિ કઈ પણ કર્મ બાંધે છે ત્યારે તે કર્મ બાંધ્યા પછી તરત ઉદયમાં આવતું નથી. પરંતુ બાંધ્યા પછી તે કર્મ સત્તા રૂપે અમુક કાલ સુધી આત્મા સાથે પડયું રહે છે અને અમુક કાલ ગયા પછી તે કર્મ ભેગવવાને લાયક થાય છે એટલે તે કર્મને ઉદય થાય છે. આ કર્મબંધ અને કર્મોદય વચ્ચેને જે કાલ તેને તીર્થકર ભગવતેએ અબાધા કાલ કર્યો છે. બીજી રીતે એમ પણ કહેવાય કે કર્મ બાંધ્યા પછીના સમયથી ગણતાં જ્યાં સુધી તેના ફલને અનુભવ થાય નહિ એટલે જ્યાં સુધી તે કર્મ ઉદયમાં આવે નહિ તેટલે કાલ અબાધા કાલ કહેવાય છે. (૧) ૧૪૮
અબાધાના બે પ્રકાર દૃષ્ટાંત પૂર્વક બે ગાથામાં જણાવે છે – બે ભેદ તેના જન્ય ને ઉત્કૃષ્ટ ઈમ અવધારીએ,
અન્તર્મુહૂર્ત જધન્ય આઠે કર્મમાં તે માનીએ; હિંસાદિના કરનારને ફળ ઝટ મળેલું દેખીએ,
પણ ત્યાં અબાધા નિશ્ચયે લધુ વીતતાં ફલ માનીએ. ૧૪૯ સ્વછાર્થ –પ્રશ્ન –અબાધા કાલ એક જ પ્રકારને હેય કે અનેક પ્રકારને?
ઉત્તર સામાન્ય રીતે જઘન્ય અબાધાકાલ અને ઉત્કૃષ્ટ અબાધાકાલ એમ બે પ્રકારને અબાધાકાલ જાણે. તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મને જઘન્ય અબાધાકાલા અંતમુહૂર્ત પ્રમાણ જાણ. એટલે બાંધેલું કર્મ વહેલામાં વહેલું ઉદય આવે તે અંદાજ બે ઘડી કાલ વીત્યા બાદ ઉદય થાય છે. જેમકે હિંસા વગેરે ઘેર પાપ કરનાર જીને તેનું ફળ (સજા, કેદ, ફાંસી વગેરે પણ સ્કૂલ દષ્ટિએ-વ્યવહારથી) જલદી મળેલ જોઈ શકાય છે. ત્યાં પણ સ્યાદ્વાર શૈલીને અનુસાર એમ અનુમાન કરી શકાય કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org