________________
દેશનચિંતામણિ ]
૧ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–જ્ઞાન દર્શન અને ચારિત્રમાં મુખ્યતા કેની છે અને શા કારણથી?
ઉત્તર–જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમાં મુખ્યતા દર્શન ગુણની છે, કારણ કે સમકિત હેય તેજ જ્ઞાન અને ચારિત્રનું ખરું મૂલ્ય છે એટલે સમકિત ગુણ વિનાના જ્ઞાન અને ચારિત્ર મેક્ષ ફલને પ્રાપ્ત કરાવી શકતા નથી. માટે જ “સમ્યગ્દર્શનજ્ઞાનચારિ. ત્રાણિ મોક્ષમાર્ગ” આ પ્રમાણે સૂત્ર કહેલું છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્ર આ ત્રણને વેગ એટલે સમુદિત સાધના મોક્ષ મેળવી આપે છે, પરંતુ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર મેક્ષ ફલ આપી શકતા નથી. અહીં દૃષ્ટાંત એ કે-સમકિત ગુણ વિનાના અભવ્ય છ જ્ઞાન અને ચારિત્ર છતાં મોક્ષરૂપી ફળ મેળવી શકતા નથી. તે અભવ્ય જીવો દેશ ઊણુ દશ પૂર્વે સુધી જાણે છે અને ચારિત્રનું પાલન એવી જયણપૂર્વક એવી રીતે કરે છે જેથી એક માખીની પાંખ પણ દુભાતી નથી. કહેવાનું એ છે કે-અભવ્ય જીવોને સમકિત નહિ હોવાથી તેઓ ચારિત્ર ગ્રહણ કરે અને નિર્મળ૫ણે પાલન કરે તે પણ કદાપિ મોક્ષે જતા નથી. કારણ કે જ્યારે ત્રણેની પૂર્ણ આરાધના હોય ત્યારે મેક્ષ રૂપી ફળ મેળવી શકાય છે. દર્શન અથવા સમતિ ન હોય છતાં બાહ્ય ફલની અપેક્ષાએ જ્ઞાન અને ચારિત્ર નકામા છે એમ ન જાણવું. કારણ કે અભવ્ય જીવો પણું ચારિત્રની આરાધના કરીને નવમી વેયક સુધી જઈ શકે છે. પરંતુ મિથ્યાત્વી હેવાથી મોક્ષના સુખ રૂપી ભાવ ફલ પામી શકે નહિ. (૭૨) ૧૩૩
શ્રદ્ધા અને આત્મપ્રદેશોની બીના વગેરે જણાવે છે – શ્રધ્ધા જિહાં સમ્યકત્વ ત્યાં હવે જરૂર સમ્યકત્વ જ્યાં,
શ્રદ્ધા તણી ભજના અપેક્ષા યુક્ત વચન જિને કહ્યા; હસ્તિ દેહે કટિકાના દેહમાં જે આતમા, મેટો ન નાને બેઉ કર જાણ સમ આતમા.
૧૩૪
સ્પાર્થ-જ્યાં જિનેશ્વર ભગવાનના વચન ઉપર શ્રદ્ધા હોય છે ત્યાં જરૂર સમ્ય. કત્વ હોય છે, પરંતુ જ્યાં સમકિત હોય છે ત્યાં શ્રદ્ધાની ભજન છે એટલે શ્રદ્ધા હોય અથવા ન હોય, આ પ્રમાણે જિનેશ્વર દેવે અપેક્ષા યુક્ત વચન કહેલાં છે. અહીં દષ્ટાંત આપતાં કહેલું છે કે તીર્થકર જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે મન:પર્યાપ્તિ પૂરી કર્યા પછી તેમને શ્રદ્ધા હોય છે. આથી સિદ્ધ થાય છે કે મન પર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં સમક્તિ હોય છે પરંતુ શ્રદ્ધા હોતી નથી અને મન ૫ર્યાપ્તિ પૂરી કર્યા પછી શ્રદ્ધા હોય છે. આ પ્રમાણે સમકિત હોય તે છતાં શ્રદ્ધા હોય અથવા ન પણ હોય. (૭૩)
પ્રશ્ન–શરીરની માફક આત્મા નાને કે મેટે કહેવાય કે નહિ ?.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org