________________
શુકને વરઘોડે પૂજા વગેરે તેમના તફથી થાય છે. શરૂઆતથી જ તેઓ આ કલ્યાણકાના વરઘોડા પૂજા પ્રભાવનાદિની વ્યવસ્થાનું કામ લાગણીથી કરતા હતા. હાલ તે કામ તેમના મોટા દીકરા શેઠ સારાભાઈ સંભારે છે.
તેમણે જે મહામંત્ર કલિકાલમાં પણ લોકોત્તર કલ્પવૃક્ષ જે છે અને તમામ વિદને પદ્રને નાશ કરનાર છે તથા સર્વ વાંછિતેને પૂર્ણ કરે છે તે પરમ માંગલિક, ચૌદ પૂર્વેના સાર રૂપ પરમ શાંતિદાયક નમસ્કાર મંત્રના નવ લાખ જાપ ૮ માસ ને ૨૫ દિવસમાં કર્યા હતા. છેવટે કરવા એગ્ય કાર્યોત્સર્ગાદિ વિધિ અને શ્રી સિદ્ધચક પૂજા પ્રભાવનાદિ અંતિમ મંગલવિધિ પણ પરમેપકારી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજોદયસૂરીશ્વરજી મહારાજના કહ્યા મુજબ ઉદારતાથી અને ઉલ્લાસથી ઉજવ્યું હતું. આ રીતે બીજા ભવ્ય છે પણ આ મહામંત્રની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરે છે. આ પ્રસંગ ઉપરથી સૌ કેઈ જરૂર આ પ્રમાણે નિર્ણય કરશેજ કે હાલની વિષમ પરિસ્થિતિમાં પણ પ્રશાંત સુખમય જીવન ગુજારવાના અનેક સાધનામાં સુલભ અને અસાધારણ કારણ મહાપ્રભાવશાલી શ્રી સિદ્ધચક્રની તથા પંચ મંગલ મહામૃત સ્કંધ નવકાર મંત્રની સવિધિ આરાધના છે એમ ઓપણે હાલ પ્રત્યક્ષપણે પણ જોઈએ છીએ.
તેમના સધર્મચારિણી ધર્મારાધન રસિક વીજ કેરબાઈ પણ વષી તપ, ઉપધાન તપ, વગેરે ધર્મારાધન તીવ્ર લાગણીથી કરતા હતા. તેમના ૧ સારાભાઈ, ૨ રતીભાઈ, ૩ મનુભાઈ આ ત્રણ ધર્મરસિક પુત્રોમાંથી રતીભાઈ સિવાયના બે પુત્રો હયાત છે. તેઓ બંને પણ શ્રી દેવ ગુરૂ ધર્મના તીવ્ર અનુરાગી અને શ્રી સિદ્ધચકારાધન, તપશ્ચર્યા, દાન શીલ વગેરે ધર્મક્રિયાની આરાધના કરવામાં પૂર્ણ ઉત્સાહી છે. ત્રીજા પુત્ર મહેમ રતીભાઈ પણ તીવ્ર બુદ્ધિશાળી અને ધર્મિષ્ઠ હતા.
આ બધાની અસર તેમના વિશાલ પૌત્રાદિ પરિવારમાં થએલી હોવાથી તેઓ પણ પૂર્ણ ઉત્સાહથી ધર્મારાધન કરે છે. વ્યાજબી જ છે કે જેવા ઘરના નાયકે હોય, તે તેમને પરિવાર પણ હોય. " જેમના હૃદયમાં પ્રભુ શ્રી જિનેશ્વર દેવની વાણીને દઢ સંસ્કારે જામેલા હોય છે તેવા જ જીવનની ક્ષણભંગુરતા નિરંતર જરૂર વિચારે છે. તેઓ ધર્મારાધન તથા અંતિમ આરાધના પણ દરરોજ જરૂર કરે છે, કારણકે જીવનદેરી અચાનક કયારે તૂટશે તેની યથાર્થ ખાત્રી આપણા જેવા જ ન કરી શકે.
આવી સદ્દભાવનાને ધારણ કરનાર શેરદલાલ જેસંગભાઈ સવારે પ્રતિક્રમણ કરીને નમસ્કાર મહામંત્રાદિ સ્મરણે, શ્રી ગૌતમસ્વામીજીને માટે રાસ વગેરે ગણતા હતા. સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ પુણ્યપ્રકાશનું સ્તવન, સંથારાપોરિસી વગેરે ગણીને નિદ્રા ન આવે ત્યાં સુધી બાંધી નેકારવાલી ગણતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org