________________
( શ્રીવિજ્યપદ્રસૂરિકૃતતે સાંભળી તેણીને દુઃખી જે તે મિત્રોએ પ્રગટ થઈ તેણીને ચિત્રપટ આપી પિતાનું વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી પિતાના પતિના મિત્રે જાણીને તે બેલી “હે ભાઈઓ! તમે મારા દિયર છે તે મને શેથી મુક્ત કરે.” તે સાંભળીને તેણીને ધીરજ આપી તે બંને ત્યાંથી કાંઈક સંકેત કરીને નીકળી ગયા. પછી પોતે મંત્રવાદી છે એવી તેઓએ લોકમાં પિતાની પ્રસિદ્ધિ કરી અને રાજા પાસે જઈને બોલ્યા કે “હે રાજ! અમે મંત્રવાદી છીએ. અમારા સરખું કાર્ય બતાવી અમારી ખાત્રી કરે.” રાજાએ તેમને કહ્યું કે આ કંચુકને પહેરનારી રૂપવતી સ્ત્રી જન્મ સુધી મારે વશ થઈને રહે તેવું તમે કરે.” તે સાંભળી તેમણે રાજાને એક તિલક કરી તેણીની પાસે મોકલ્યો. એટલે પ્રથમના સંકેત પ્રમાણે રાજાને આવતે જોઈ તેણીએ ઉભા થઈ આસન વિગેરે આપી સન્માન કર્યું. તે જોઈ તેને પિતાને આધીન થયેલી જાણ રાજાએ વારંવાર તેના શરીરને સંગ કરવાની યાચના કરી. ત્યારે તે બોલી કે “હે રાજા ! હું હવે તમારે આધીન છું; પરંતુ મેં અષ્ટાપદ ગિરિની યાત્રા કરવાનો નિયમ કરે છે, માટે તે યાત્રા કર્યા પછી હું ઈચ્છિત સુખ ભેગવીશ.” તે સાંભળીને તે કામાંધ રાજાએ મધુર વચનથી પેલા મંત્રવાદીઓ પાસે અષ્ટાપદની યાત્રા કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે તેઓએ મંત્રશક્તિથી વિમાન બનાવ્યું. તે જોઈ રાજાએ અનંગલેખાને કહ્યું કે “હે પ્રિયા ! આ વિમાનમાં બેસી તારે અભિગ્રહ પૂર્ણ કરી જલદીથી આવ, અને મારે મનોરથ પૂર્ણ કર.” ત્યારે તે બેલી કે “હે રાજા ! હું તે અજાણ્યા પુરૂષ સાથે જાઉં છું, માટે તમારી બે કન્યાઓને મારી સાથે મેકલે, તે તેની સાથે સુખે વાર્તા વિનેદ થઈ શકે.” તે સાંભળીને રાજાએ પિતાની બે કન્યાઓને તેની સાથે મોકલી. પછી જે વિમાનમાં તે બને મિત્રો બેઠા હતા તેમાં બને કન્યાઓ સાથે અનંગલેખા પણ બેઠી. એટલે તરતજ વિમાન આકાશમાં ઉંચે ચડયું. થોડે દૂર જઈને તે મિત્રોએ રાજાને કહ્યું કે “હે દુષ્ટ રાજા ! આ ત્રણે સ્ત્રીઓની આશા હવે તારે મૂકી જ દેવી.” તે સાંભળી રાજા વિલખ થઈ ગયે, તેને કાંઈ પણ ઉપાય રહ્યો નહી.
હવે મિત્રના દુખને નાશ કરવા માટે તે બંને મિત્રોએ હરિવહન રાજાની પાસે જઈ તે વિમાન ઉતાર્યું. તેમાં બંને મિત્રોને તત્રા પ્રિયાને જોઈને હરિવહન અત્યંત આનંદ પામ્યા. પછી રાજાએ તથા મિત્રોએ પરસ્પર પિતપોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. બે કન્યાઓને હરિવાહને બન્ને મિત્રોને પરણાવી.
અન્યદા ઈન્દ્રદત્ત રાજાને પિતાના કુમારની તથા તેના મિત્રોની શેધ મળતાં તેમને પિતાના રાજ્યમાં લાવ્યા અને હરિવાહનકુમારને રાજ્ય પર સ્થાપન કરી પિતે વૈરાગ્યરંગથી પ્રવજ્યા ગ્રહણ કરી. કેટલેક દિવસે ઈન્દ્રદત્ત મુનિને કર્મક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે તે ભગવતી નગરીએ સમવસર્યા. તે વખતે હરિવહન રાજાએ પરિવાર સહિત ઉદ્યાનમાં જઈ કેવળીને વંદના કરી. કેવળીએ આ પ્રમાણે દેશના આપીઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org