________________
જેમણે આ શ્રી દેશના ચિંતામણિ ગ્રંથના પ્રથમના ૬ ભાગ રૂપ ૬ ગ્રંથ
છપાવ્યા છે તે. શેરદલાલ શેઠ જેસીંગભાઈ કાલીદાસ. શ્રી જૈન શાસન રસિક શ્રમણોપાસકાદિ જેના વિશાળ સમુદાયથી અને સંખ્યાબંધ ભવ્ય જિનાલયાદિ ધાર્મિક સ્થાનેથી તથા દાનાદિ ચતુર્વિધ ધર્મારાધક ધર્મવીર દયાવીર વગેરે હારે નરરત્નોથી શોભાયમાન જૈનપુરી રાજનગર (અમદાવાદ)ના ભવ્ય ઈતિહાસ ઘણાંએ ઐતિહાસિક મહાગ્રંથનું અપૂર્વ ગૌરવ વધાર્યું છે, કારણ કે અહીંના નગરશેઠ વગેરે જૈનએ જેમ ભૂતકાળમાં મહા સાર્વજનિક અને મહાધાર્મિક કાર્યો કર્યા છે, તેમ તેઓ હાલ પણ કરે છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તે ઉપરાંત શ્રી સિદ્ધાચલાદિ મહાતીર્થોના અને વિશાલ જીવદયા વગેરેનાં ઘણાં કાર્યો પણ અહીંના જ જેનેએ કર્યો છે અને તેઓ હાલ પણ કરે છે. આજ મુદ્દાથી પૂર્વના જેનેએ મહાધ્યામિક સંસ્થા એને પણ અહીં જ ઉત્પન્ન કરી છે. બીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમકવાદ એ રત્નની ખાણ જેવું છે. જેમ રત્નનું ઉત્પત્તિસ્થાન રત્નની ખાણ ગણાય છે, તેમ આ રાજનગર પણ હજાર આદર્શ જીવન ગુજારનારા શ્રી જિનશાસનના સ્તંભ સમાન પ્રાકૃત વગેરે વિવિધ ભાષામય મહાગંભીર અર્થવાળા મહાશાલ કાવ્યાદિને બનાવનાર મહાપ્રતિભાશાલી પવિત્ર સંયમી સૂરિપંગ અને મહાપાધ્યાયજી મહારાજાએ તથા પંન્યાસ શ્રી જિનવિજયજી શ્રી ઉત્તમવિજયજી શ્રી પદ્યવિજયજી મહાકવિ શ્રીવીર વિજયજી વગેરે મહાપુરૂષની અને ઉદાર આશયવંત દાનવીર સ્વપર હિતેચ્છુ રાજમાન્ય નગરશેઠ શાંતિદાસ હેમાભાઈ પ્રેમાભાઈ, શેઠ હઠીસિંગ કેસરીસિંહ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ વગેરે નરરત્નની પણ
૧. શ્રીમાલી વંશ, પિતા ધર્મદાસ, માતા લાડકુંવર, જન્મ-રાજનગરમાં વિ. સં. ૧૭પર માં નામ ખુશાલચંદ, દીક્ષા અમદાવાદમાં સંવત ૧૭૭૦ કા. વદ ૬ બુધ, ગુરૂ ક્ષમાવિજયજી સ્વર્ગવાસ પાદરામાં સં. ૧૭૯૯ શ્રા. સુ. ૧૦, કૃતિ-જિન સ્તવન વીશી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી સ્તવન વગેર.
૨. જન્મ રાજનગર (અમદાવાદ) શામળાની પોળમાં સં. ૧૭૬૦ માં, પિતા લાલચંદ, માતા માણિક, સ્વનામ પુંજાશા, દીક્ષા સં. ૧૭૯૬ હૈ. સુ. ૬ શામળાની પિાળમાં, સ્વર્ગવાસ સં. ૧૮૨૭ માહ સુદ ૮ રવિ, ઉંમર ૬૦ વર્ષ, ગૃહસ્થ પર્યાય ૩૮ વર્ષ, દીક્ષા પર્યાય ૨૯ વર્ષ, કૃતિ-શ્રી જિનવિન રાસ, અષ્ટપ્રકારી પૂજા વગેરે.
જન્મ સ્થળ રાજનગર શામળાની પિળ, જ્ઞાતિ વિશા શ્રીમાળી, પિતાનું નામ ગણેશભાઈ માતાનું નામ ઝમકુબેન, જન્મતિથિ સં. ૧૭૯૨ ભાદરવા સુદ ૨, નામ પાનાચંદ, દીક્ષા સં. ૧૮૦૫ મહા સુદ ૫ અમદાવાદ, પાછાવાડી (શાહીબાગ)માં શ્રી વિજયધર્મસૂરિએ સં. ૧૮૧૦માં પંડિતપદ આપ્યું. સ્વર્ગવાસ તિથિ રાજનગરમાં સં. ૧૮૬૨ ચે. સુદ ૪, કવિ હતા. ૫૫૦૦૦ નવા સ્લોક બનાવ્યા, ગવાસ વર્ષ ૧૪ અને માસ ક, દીક્ષા પર્યાય ૫૭ વર્ષ, કૃતિ-જયાનંદ કેવલી ચરિત્ર, ચૌમાસી દેવવંદન, નિસ્તવન વીશી. નવપદ પૂજા, ઉ૦ યશોવિજયજીત ૧૫૦-૩૫૦ ગાથાના સ્તવનનો બાલાવબોધ વગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org