________________
ઉછે.
દેશનાચિંતામણિ ] નિઃશંકપણે તે આહાર વાપરતાં શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે વખતે દેએ તેને મહિમા કર્યો. તે જોઈને પેલા ચારે તપસ્વીઓએ વિચાર કર્યો કે “અહો! આ મુનિજ ખરેખરા ભાવ તપસ્વી અને આપણે તે દ્રવ્ય તપસ્વી છીએ.” એમ વિચારીને તે ચારે તપસ્વીઓએ તે કેવલીને ખમાવ્યા. તે વખતે મન, વચન અને કાયાની શુદ્ધિથી ખમાવતાં તે ચારેને પણ સમકાળે ચરમ જ્ઞાન (કેવળજ્ઞાન) પ્રગટ થયું. અનુક્રમે તે પાંચે કેવળી મોક્ષપદને પામ્યા
શાંતિ, ક્ષમા, શાંતિ, શમ વિગેરે નામથી આ ગુણને સૂત્રને વિષે સમતિના પ્રથમ લક્ષણ તરીકે વર્ણવેલ છે. તે શમ ગુણ ધમને વિષે પ્રથમ છે, અને છેલ્લા જ્ઞાનને આપનાર છે, માટે હે ભવ્ય જી! તમે શમતા ગુણને ધારણ કરે.” સમકિતના બીજા સંવેગ નામના લક્ષણની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી –
दुःखत्वेनानुमन्वानः सुरादिविषयं सुखम् ।
मोक्षाभिलाषसंवेगाञ्चितो हि दर्शनी भवेत् ॥१॥
સ્પષ્ટાર્થ–“જે પુરુષ દેવાદિકના સુખને પણ દુઃખ રૂપે માને, અને મોક્ષના અભિલાષરૂપ સવેગ સહિત હય, તે સમકિતવાન કહેવાય છે.”
આ સંબંધમાં નિગ્રંથ મુનિનું દષ્ટાંત ટૂંકમાં આ રીતે જાણવું–
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે નગારીની બહાર ઉપવનમાં કીડા કરતાં રાજાએ એક મુનિને સમાધિમાં તત્પર જોયા. તે મુનિનું શરીર અતિ કમળ હતું, અને તેનું સ્વરૂપ જગતને વિરમય કરે તેવું સુંદર હતું. તેમને જોઈને રાજાએ
વિચાર્યું કે
अहो अस्य मुने रूपमहो लावण्यवर्णिका । ___ अहो सौम्यमहो शान्तिरहो भोगेष्वसंगता ॥१॥
સ્પષ્ટાર્થ_“અહો! આ મુનિનું રૂપ! અહો ! આના લાવણ્યની વર્શિકા ! અહો! આની સૌમ્યતા ! અહે એની ક્ષમા ! અને અહો ! આની ભેગમાં પણ અસંગતા.” અર્થાત એ સર્વ ગુણે અલૌકિક અને આશ્ચર્ય ઉપજાવે તેવા છે.
આ પ્રમાણે વિચારી તેમને ધ્યાનમાં તત્પર જોઈ રાજાએ તેમના ચરણકમળમાં પ્રણામ કરીને પૂછયું “હે પૂજ્ય! આવી ભરજુવાનીમાં તમે આવું કઠીન વ્રત કેમ ગ્રહણ કર્યું ? તેનું કારણ કહે.” ત્યારે મુનિ બેલ્યા કે—
मुनिराह महाराज, अनाथोऽस्मि पतिर्न मे । ___ अनुकंपाकराभावात्तारुण्येऽप्यादृतं व्रतम् ॥१॥
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org