________________
દેશનચિંતામણિ ]
૨ થી ૭૧ અર્થ—જે મોટા અપકાર કરનાર ઉપર પણ સમભાવ રાખીને ક્રોધાદિકને શાંત કરે, તેનામાં શમ નામનું પહેલું લક્ષણ કહીએ. તેનાથી સમકિત ઓળખાય છે, એટલે એ શમ જેનામાં હેય તે સમકિતવંત છે એમ જાણી શકાય છે” 339 આ પ્રસંગ ઉપર કુરગડુ મુનિનું દષ્ટાંત ટૂંકમાં આ રીતે જાણવું –
કુરગડુ મુનિની કથા વિશાલા નગરીમાં કેઈક આચાર્યના શિષ્ય માસક્ષપણને પારણે એક ક્ષુલ્લક સાધુની સાથે થંડિલ જતા હતા. માર્ગમાં પ્રમાદને લીધે તે તપસ્વીના પગ તળે એક નાની દેડકી આવવાથી મરી ગઈ. તે જોઈને ક્ષુલ્લક સાધુ તે વખતે કાંઈ પણ ન બોલતાં મૌન રહ્યા. પ્રતિક્રમણ વખતે તે તપસ્વીએ તે પાપની આયણ લીધી નહી; ત્યારે તેને ક્ષુલ્લક સાધુએ યાદ આવ્યું કે “તપસ્વી! તમે પેલું પાપ ત્રિકરણ શુદ્ધિપૂર્વક કેમ આલેચતા નથી ?” તે સાંભળીને તે તપસ્વીએ વિચાર્યું કે “આ દુષ્ટ બુદ્ધિવાળો મુલક સાધુ સર્વ સાધુ સમક્ષ મારૂં વગોણું કરે છે માટે તેને હું હણું.” એમ વિચારીને તપસ્વી મુનિ તેને મારવા દેડ્યા. ક્રોધથી અંધ થયેલા તે તપસ્વીને વચમાં થાંભલે આવવાથી તેની સાથે તે જોરથી અથડાયા, એટલે તરત જ મૂછ ખાઈને મૃત્યુ પામ્યા. ક્રોધને લીધે વ્રતની વિરાધના કરવાથી તે મરીને જ્યોતિષી દેવતા થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ઍવીને દષ્ટિવિષ સર્પના કુળમાં દેવતાધિષિત સર્ષ થયા. તે સર્પના કુળમાં બીજા સર્વ સર્પો પૂર્વ ભવમાં પાપની આલોચના નહિ કરવાથી જ ઉત્પન્ન થયેલા હતા, તે સર્વે જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી આહારશુદ્ધિ કરતા હતા. તેમને જોઈને નવા સપને પણ પૂર્વે મુનિના ભવમાં કરેલી આહારગવેષણાને સંભારતાં જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી “મારી દષ્ટિથી કઈ પણ ને નાશ ન થાઓ” એમ વિચારીને તે સર્ષ આખે દિવસ બિલમાં જ મુખ રાખીને રહેતું હતું, અને રાત્રે પ્રાસુક વાયુનું જ ભક્ષણ કરતો હતો.
એકદા કુંભ નામના રાજાને પુત્ર સર્પડશથી મૃત્યુ પામ્યું. તેથી તે રાજા સર્વ સર્પ જાતિ પર ક્રોધ ઉત્પન્ન થવાથી સર્પ માત્રને મરાવવા લાગ્યું. જે કઈ માણસ જેટલા સપને મારીને લાવે, તેને રાજા તેટલા દીનાર (મહોર) આપે તેમ તેણે જાહેર કર્યું. તે સમયે કેટલાક લેકે સપને આકર્ષણ કરવાની વિદ્યા (મંત્ર) ને અભ્યાસ કરવા લાગ્યા. એકદા કેઈ મનુષ્ય તે દષ્ટિવિષ સપના બિલ પાસે આવી સર્ષ વિદ્યાને મંત્ર ભણવા લાગે; તેથી તે સર્પ બિલમાં રહી શકે નહી. તેણે વિચાર કર્યો કે “મને જોઈને અન્ય જીવોને નાશ ન થાઓ.” એમ વિચારી તેણે પિતાનું મુખ બિલમાં જ રાખી પૂછડું બહાર કાઢયું. તે પૂંછડું હિંસકોએ છેવું. ફરીથી સર્ષે પાછળ ભાગ જરા જરા બહાર કાઢવા માંડ્યો, એટલે તે પણ હિંસકે કાપ્યું. એમ કરતાં તે સપના આખા શરીરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org