________________
દેશનાચિંતામણિ ] વગેરે જેવા માટે અથવા સૂકમ પદાર્થોના સંશયને દૂર કરવા માટે આહારક શરીરની રચના કરે છે. જે ભવમાં તે પૂર્વધર થી વાર આહારક શરીર કરે તે જ ભવમાં તે આહારક લબ્ધિશાલી ચૌદ પૂર્વ અવશ્ય ક્ષે જાય છે. (૪૬) ૯૯
ઉપશમશ્રેણિમાં છવ કેટલો વખત રહી શકે તે કારણ સહિત જણાવે છે – થાય ઉપશમ જે તદા એક મોહને ના અન્યને,
તાસ કાજે ભેદ રચના અર્થ ઉપશમ શ્રેણિને બેઉ ઉદય ન ઉપશમે જે જેરથી જ દબાય છે, તેવું ટકે થોડો સમય પણ ભાવ નિર્મલ થાય છે.
૧૦૦
સ્પષ્ટાર્થ–આ ઉપશમશ્રેણિ થાય તે વખતે એક મેહનીય કર્મને ઉપશમ થાય છે, બીજા કર્મોની અંદર આ ઉપશમ થતું નથી અને ઉપશમ થવાથી મોહનીય કમને બંને પ્રકારને ઉદય એટલે રદય અને પ્રદેશોદય બંને દબાઈ જાય છે અથવા બંને પ્રકારના ઉદય બંધ પડી જાય છે. અને તે બંને પ્રકારના ઉદયે બંધ થવાથી આત્માના પરિણામ નિર્મલ થાય છે. જો કે આ ઉપશમ કરીને દબાએલું મેહનીય કર્મ એક અંતમુહૂર્ત સુધી જ દબાએલું રહે છે. ત્યાર પછી અવશ્ય તે મોહનીય કમને ઉદય થાય છે. અને અગિયારમા ગુણસ્થાનકે પહેલા જીવને પાડે છે અને છેવટમાં છેવટ મિથ્યાત્વે પણ લાવે છે. ૧૦૦
આહારક શરીર શા માટે કરે? અને તે વખતે કયા યોગમાં વતે છે? વગેરે બીના જણાવે છે – જિન દ્વિ દર્શન કાજ પ્રશ્નો પૂછવાને પ્રભુ કને,
લબ્ધિ શાલી ચૌદ પૂર્વ મેકલે જે દેહને દેહ આહારક કહ્યો તે સાથ દારિક તણું,
સંબધ્ધ તે બે માંહિ સત્તા પવિત્ર આત્મપ્રદેશની. ૧૦૧
સ્પષ્ટાર્થ –આહારક શરીર કોને કહેવાય તે જણાવવા માટે કહે છે કે ચૌદ પૂર્વધર હોય અને આહારક લબ્ધિ જેમને થઈ હોય તેવા આહારક લખિધવાળા ચૌદપૂર્વધર આ આહારક શરીર કરી શકે છે. પરંતુ બધા ચૌદપૂવીએ આ આહારક શરીરને કરી શકતા નથી. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે–જેમણે સાતમા અપ્રમત્ત ગુગુસ્થાનકે આહારક શરીર નામકર્મ બાંધ્યું હોય તેવા ચૌદપૂવીએ જ આ આહારક શરીરની રચના કરે છે. તેઓ આ આહારક લબ્ધિ વડે એક હાથ પ્રમાણુ નવું આહારક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org