________________
|શ્રીવિજયપઘસકિતબંધ કાલે તથા ઉદય કાલની બીના જણાવે છે – કર્મ બંધાદિક પ્રસંગે કાલ દ્વિવિધ વિચારીએ,
બંધ કાલ ઉદય સમય સ્વાધીન પરાધીન જાણુએ; ઉદય કાલીન સાવચેતી અંધકાલે રાખતાં, કર્મ કારણ ઈડનારા ના કદી દુઃખ પામતા.
ર સ્પષ્ટાર્થ –પ્રશ્ન--અંધકાલ અને ઉદયકાલમાં જીવને સ્વાધીન કાલ ?
ઉત્તર ––અહીં કર્મબંધ વગેરેને પ્રસંગ ચાલે છે તે વખતે બે પ્રકારના કાલને વિચાર કરે જરૂરી છે. તે આ પ્રમાણે --૧ બંધકાલ, ૨ ઉદયકાલ. તેમાં જે બંધ કાલ છે એ સ્વાધીન છે એટલે કર્મબંધ કરવામાં સ્વાધીનપણું છે. કે બંધ કરવો તે જીવની પિતાની ઈચ્છાને આધીન છે સારાં પુણ્ય કાર્યો કરવાથી અથવા જીવના પિતાના શુભ પરિણામેથી શુભ કર્મબંધ થાય છે અને તેથી ઉલટું પાપકર્મો કરવાથી અથવા જીવના અશુભ પરિણામેથી અશુભ કર્મબંધ થાય છે. માટે શુભ કર્મબંધ કરે અથવા અશુભ કર્મબંધ કરવો તે જીવના પિતાના હાથમાં હોવાથી બંધ કાલને સ્વાધીન કાલ કહ્યો છે. તથા ઉદય સમય પરાધીન છે એટલે બાંધેલાં કર્મોને ઉદય થાય ત્યારે તે અવશ્ય ભોગવવા પડે છે, ત્યાં જીવનું કાંઈ ચાલી શકતું નથી. જેવું બાંધ્યું તેવું ભોગવવું પડે છે. માટે જ્યારે અશુભ કર્મોને ઉદય થાય છે અને જીવને દુખ ભોગવવાને વારો આવે છે ત્યારે વિચારે છે કે મેં જે પૂર્વે પાપકર્મો બાંધ્યા ન હોત તે મારે દુઃખ ભોગવવાને વારે આવત નહિઆવી ઉદય કાલની સાવચેતી જે કર્મબંધ વખતે જીવ રાખતે હોત તે કદાપિ દુઃખને પામત નહિ. કહેવાનો ભાવાર્થ એ છે કે કર્મબંધના પ્રસંગે જીવે સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ ઉદયકાલની સાવચેતી કાંઈ કામમાં આવતી નથી. (૩૮) ૯૨
બંધતત્વ જણાવી અવ્યવહાર રાશિનું સ્વરૂપ સમજાવે છે – કર્મબંધ પછીજ સત્તા કર્મની ઈમ માનીએ,
નવીન કર્મ ગ્રહણ જે તે બંધ તત્ત્વ વિચારીએ, જે ન સૂફમ નિગદમાંથી નીકળશે નીકળ્યા નહી,
તેહ અવ્યવહાર રાશી જીવ જિનવચને સહી. સ્પષ્ટાથ–પ્રશ્ન–પ્રથમ કર્મબંધ થાય કે કર્મસત્તા ?
ઉત્તર–કર્મબંધ થયા પછી કર્મની સત્તા થાય છે એમ જાણવું. બાંધેલાં કર્મો જ્યાં સુધી આત્માથી નિર્જરીને ખરી ન જાય ત્યાં સુધી તેની સત્તા (હયાતી) જાણવી. આ સત્તા કર્મબંધ થયા સિવાય હતી નથી, માટે કર્મને બંધ થયા પછી કમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org