________________
દેશનાચિતામણિ ભાગ પાંચમે ]
સ્પષ્ટાથ-આ પ્રમાણેની સાચી માતાની વિનંતિ સાંભળીને મંગલા રાણીએ આ બાબતને નિર્ણય જણાવતાં કહ્યું કે આજ પુત્રની સાચી માતા છે, એમ તેના સરલ અને નિર્મલ વચનથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તથા જે કાલક્ષેપ એટલે કાલને વિલંબ સહન કરી શકતી નથી તેજ પુત્રની સાચી માતા છે. અને જે વિલંબ કરવામાં કબૂલ (સંમત) થાય છે તે સાચી માતા નથી. ૫૯
સત્ય માતાને કહે તું ઘેર જા લઈ પુત્રને,
નૃપ સભા આશ્ચર્ય પામે સાંભળી આ ન્યાયને ઘેર ગઈ બંને સપત્ની ઇમ સુમતિ પ્રભુ માતને,
પ્રકટતી પ્રભુ નામ સ્થાપન હેતુ જાણે એહને ૬૦ સ્પાર્થ –રાણીએ ઉપર પ્રમાણે જણાવીને સાચી માતાને કહ્યું કે તું આ તારા પુત્રને લઈને ઘેર જા. આ પ્રમાણે જેને કે ઘણા કાલ સુધી નિર્ણય (ન્યાય, ફેંસલો) કરી શકતું નહોતું તેને રાણીએ તરત નિર્ણય કર્યો તેથી રાજા તથા સમાજને ઘણા જ રાજી થયા. ત્યાર પછી બને શેક ઘેર ગઈ. આ પ્રમાણે પ્રભુની માતાને જે સુમતિ એટલે સારી બુદ્ધિ અથવા સમજણુ પ્રગટ થઈ તે ગર્ભમાં રહેલા પ્રભુને મહિમા જાણો, આજ કારણથી આ હકીક્ત પ્રભુનું (સુમતિ) નામ પાડવામાં કારણભૂત થઈ. એટલે કે પ્રભુ ગર્ભમાં હતા તેથી પ્રભુની માતાની બુદ્ધિ નિર્મલ બની હતી તેથી માતાપિતાએ પ્રભુનું સુમતિ એવું નામ પાડ્યું. તે આગળ જણાવાશે. ૬૦ પાંચમા તીર્થકરના જન્મ વગેરેની બીનાને છે કે માં જણાવે છે – માતને પીડા નહિ ઉપજાવતે પ્રભુગર્ભ એ,
શુકલ પક્ષ શશી પરે વધતો કમે નવ માસ ને દિવસ સાડી સાતર૪ હોતાં ચતુથરક ઉત્તર,
વૈશાખ સુદ આઠમરક મઘાર૭ સિંહનાર૮ રજની કરે. ૬૧ સ્પદાર્થ–માતાના ગર્ભમાં રહેલા તે પ્રભુ માતાને જરા પણ પીડા ઉપજાવતા નહોતા. કાલક્રમે શુકલપક્ષ એટલે સુધીના પખવાડીઆમાં વૃદ્ધિ પામતા ચંદ્રની જેમ નવ મહિના ને ઉપર સાડી સાત દિવસ (૨૪) પ્રમાણ ગર્ભ સ્થિતિ પૂરી થઈ, ત્યારે ચોથા આરાનો ઉત્તર કાલ (૨૫) વત્તતે હતો એટલે ચોથો આરો ઘણે ખરો પૂરે થઈ ગયે હતું અને છેડો કાલ બાકી હતા. તે સમયે એટલે વૈશાખ સુદ આઠમે મઘા નામના નક્ષત્રને (૨૬) તથા સિંહ નામની (૨૮) રાશિને ચંદ્રમા વર્તાતે હતો. ૬૧
અર્ધરાતેરઃ પૂર્વ શશી જિમ ક્રોંચ૦ લંછન ધારતા,
કનકવણું પુત્રને થે જન્મ માતા હરખતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org