________________
રેશનાચિંતામણિ ભાગ ચ ] પૂજા (૬) વગેરે કરે છે. પછી વસ્ત્ર (૭) તથા અલંકાર એટલે ઘરેણું (૮) પણ પ્રભુને પહેરાવે છે. છેવટે પ્રભુની આરતી ઉતારીને શકેન્દ્ર પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીની સ્તુતિ નીચે પ્રમાણે ગાય છે એટલે પ્રભુની આ રીતે સ્તુતિ કરે છે. ૨૯ ઈન્દ્ર મહારાજ ચાર શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરે છે –
હે દેવ! ચોથા તીર્થકર છે ચતુથરક ગગનમાં,
– સૂર્ય જેવા આપ છો ને પુરૂષ ઉત્તમ જગતમાં, મુક્તિ લક્ષ્મીના પ્રકાશક નાથ ! જય પામો સદા, આપથીજ સનાથ સર્વે પામતા ના આપદા.
૩૦ સ્પદાર્થ –હે પ્રભુ! આપ આ ભરત ક્ષેત્રને વિષે ચોથા તીર્થકર છે. અને આ અવસર્પિણી કાળના ચોથા આરા રૂપ આકાશમાં આપ સૂર્ય જેવા છે. તથા આપ આ જગતમાં સૌથી લકત્તમ (શ્રેષ્ઠ પુરૂષ) છે. તેમજ તેનાથ! આપ મોક્ષને પામેલા જાની અનંત જ્ઞાનાદિ લક્ષમીને પ્રકાશ કરનાર છે એટલે જ્ઞાન દશને ચારિત્ર રૂપ મેક્ષ માર્ગને સમજાવનારા છે શ્રીઅભિનંદન સ્વામી ! તમે હંમેશાં જયવંતા વર્તે. તથા આપના લીધે જ હું વગેરે જગતના સર્વે જ સનાથ એટલે નાથવાળા બન્યા છીએ. તેમજ આપના આશરે રહેલા તે જ હવેથી કઈ પણ આપત્તિને પામશે નહી એટલે આપના શરણે રહેનાર પુણ્યશાલી ભવ્ય ની સઘળી આપત્તિઓ જરૂર સર્વથા નાશ પામશે. ૩૦.
વિવેક સદગુણ ચોરતા મહાદિ શત્રુ કર્થના,
ટાળશે જસ શીર્ષ લેટે પાદ પીઠે આપના; તે દાસ કેરા મસ્તકે તુજ ચરણ રજ સ્થાપિત બને,
હે ઈશ! તુજ મુખ દેખતા મુજ નયન બહુ વિકસિત બને. ૩૧ સ્પષ્ટા–તે ભાગ્યશાળી જીવોના મસ્તકે આપના ચરણ કમળને વિષે આળોટે છે એટલે જે આપને નમે છે તેઓની વિવેક વગેરે સદ્ગણોને ચોરનારા અથવા નાશ કરનારા રાગ દ્વેષાદિ રૂપી શત્રુઓ તરફથી થતી કદર્થના એટલે પીડાઓ નાશ પામે છે. હે પ્રભુ! આપના આ (સૌધર્મેન્દ્ર રૂ૫) દાસના મસ્તકને વિષે તમારા ચરણ કમલની રજ સ્થાપિત થાય (ચૅટી જાય) એમ હું ચાહું છું. વળી હે નાથ ! તમારા મુખરૂપ કમળને જોતાં મારાં આ બે નયને (આંખે) બહુજ વિકસ્વર બને છે. ૩૧
કુરૂપ જોતાં નયન કેરા જનિત મળ હષથુએ,
ધઈ નાંખું બહુ સમયથી દેખવા હું આપને ચાહતે આશા ફલી તે આજ નિરખી આપને,
સુરજન્મ માનું ધન્ય મુજ રોમાંચ સવિ વિકસિત બને. ૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org