SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Bjo Kejuaje kuo as Bud jeuosad joy jeuoeuvaju uogeanpauer [ શ્રી વિજયપધરિકૃતજેટલે તેલમાં છે તેટલાજ પંદર દિવસે પાછો આપ. તેલમાં જરા પણ ન્યૂનાધિક થે ન જોઈએ.” એ પ્રમાણે રાજાને હુકમ સાંભળીને સર્વે ને ગામ બહાર સભા કરી એકઠા થયા. પછી રેહકને બોલાવીને રાજાને હુકમ કહી બતાવ્યો. ત્યારે રેહક બે કે “એક વરુ પકડી લાવીને તેની પાસે આ મેંઢાને બાંધ, અને તેને સારે ખેરાક આપી પુષ્ટ કરે.” તે સાંભળીને લોકેએ તે પ્રમાણે કર્યું. પંદર દિવસે તે મેં રાજાને પાછો સેં. રાજાએ તેને તો તો તેટલેજ તેલમાં થયો. પછી રાજાએ એક કૂકડે મોકલ્યા અને કહેવરાવ્યું કે “બીજા કૂકડા વિના આ કુકડાને યુદ્ધ કરાવવું.” તે સાંભળીને લેકેએ હકના કહેવાથી તે કૂકડાની સામે એક આરીસ (ચાટલું) મૂકો. તેમાં તે કૂકડાએ પિતાનું પ્રતિબિંબ જોઈને બીજે કૂકડે છે એમ જાણી તે પ્રતિબિંબ સાથે અહંકારથી યુદ્ધ કરવા માંડયું. તે વાત રાજાને ચર પુરુષોએ કહી. તે સાંભળી રાજા ખુશી થયો. પછી રાજાએ આજ્ઞા કરી કે “નદીની રેતીનાં દેરડાં વણીને અહીં મોકલાવો.” ત્યારે હકના કહેવાથી કે એ પ્રત્યુત્તર કહેવરાવ્યું કે હે રાજા! તમારા ભંડારમાં રેતીનાં જૂનાં દેરડાં પડયાં હશે, તેમાંથી એક દોરડું નમુના માટે મોકલો કે જેથી તેને અનુસારે અમે દેરડાં વણીને મેકલીએ.” તે સાંભળીને રાજા મૌન થઈ ગયે. એકદા રાજાએ મરવાની તૈયારીવાળે, રેગી અને વૃદ્ધ હાથી નટ ગામમાં મોકલાવીને કહેવરાવ્યું કે “આ હાથી મરી ગયે એમ કહ્યા વિના હંમેશાં તેના ખબર (સમાચાર) મેકલવા.” અહીં તે તેજ રાત્રે હાથી મૃત્યુ પામ્યો. પ્રાત:કાળે રાજાને કેવી રીતે ખબર આપવા તેને વિચાર ન સૂઝવાથી લોકેએ રેહકને પૂછયું, એટલે તેના કહેવા પ્રમાણે ગામના અધિપતિએ રાજા પાસે જઈ નિવેદન કર્યું કે “હે દેવ ! આજે હાથી બેસતો નથી, ઉઠતા નથી, આહાર કે નીહાર (વિષ્ટા) કરતો નથી, અને બીજી કોઈ પણ ચેષ્ટા કરતો નથી.” રાજાએ પૂછ્યું કે “અરે, શું હાથી મરી ગયો ?” તેણે કહ્યું કે “હે રાજા! આપ એવું બોલે છે, અમે એમ બેલતા નથી.” તે સાંભળીને રાજા મૌન થયો. પછી ફરીથી રાજા એ નટગામમાં હુકમ મોકલ્યો કે “તમારા ગામના કૂવાનું પાણી ઘણું સારું છે, માટે તે કે અહીં જલદીથી મોકલો.” ત્યારે લોકેએ રેહકની બુદ્ધિથી રાજાને વિનંતિ કરી કે “હે દેવ ! ગામડીઓ કુવો સ્વભાવથીજ બીકણ હોય છે, માટે નગરને માર્ગ બતાવનાર એક અહીંને (તમારા નગરને) કરે ત્યાં મોકલે, કે જેથી તે કૂવાની સાથે અમારે ગામડીઓ કે આવી શકે.” તે સાંભળીને રાજા મૌન રહ્યો. અન્યદા રાજાએ આદેશ કર્યો કે “અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો.” ત્યારે લોકોના પૂછવાથી રોહકે તેમને કહ્યું કે “ચોખાને ઘણું જલમાં પલાળીને સૂર્યનાં કિરણથી તપાવી કરીષ અને પલાલ વિગેરે ઘાસની બાફમાં તે ચેખા ને કૂધથી ભરેલી તપેલી મૂકે જેથી ખીર થઈ જશે.” લેકેએ તે પ્રમાણે કરીને ખીર રાજાને મોકલાવી. તે જોઈને રાજા બહુ આશ્ચર્ય પામ્યા. પછી રોહકની બુદ્ધિનું અતિશયપણું જાણીને તેને પોતાની પાસે આવવાની આજ્ઞા કરવા સાથે કહેવરાવ્યું કે “શુકલ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં આવવું નહીં, રાત્રે અથવા દિવસે
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy