SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૨૮૯ સ્પષ્ટાર્થ શ્રેયાંસકુમાર (તેમણે આપેલા) રત્નપાત્ર સમાન સુપાત્ર દાનના પ્રભાવથી તેજ ભવમાં શિવશર્મ એટલે મોક્ષસુખને (૮૦) પામ્યા. પ્રભુ ઋષભદેવના તીર્થમાં ઉત્કૃછથી એક વરસ સુધીને તપ થતો હતે. (૮૧) પ્રભુ શ્રી આદિનાથ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ એમ ચાર પ્રકારના (૮૨) અભિગ્રહને ધારણ કરતા હતા. પ્રભુ આર્ય દેશમાં તેમજ અનાર્ય દેશમાં (૮૩) વિચરતા હતા. આ ભરત ક્ષેત્રમાં સાડી પચીસ આર્ય દેશે ગણાય છે અને તે સિવાયના બાકીના અનાર્ય દેશ જાણવા. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષો સુધી પ્રભુ છદ્મસ્થપણે વિચર્યા (૮૪) એટલે એક હજાર વર્ષે દીક્ષા લીધા પછી ગયા ત્યારે પ્રભુને કેવલજ્ઞાન થયું. પ્રભુને કેઈ પણ જાતના એટલે દેવ, મનુષ્ય કે તિર્યંચ તરફથી ઉપસર્ગો થયા નહોતા. (૮૫) ૨૧૧ પ્રમત્ત ભાવે 2ષ પ્રભુજી એક અહેરાતજ૮૬ રહ્યા, ફાગણ વદી અગીઆરસે અટુમ તપેટ૮ કેવલ લા; પુરિમતાલાભિધ નગરના ૯ શકટમુખ ઉઘાનમાં, વટ૯૧ તલે પૂર્વાહર ઉત્તરાષાઢમાં ૩ ધનુરાશિમાં.૯૪ ૨૧૨ સ્પષ્ટઈ–શ્રી ઋષભદેવ ભગવાન પ્રમત્ત ભાવે એક અહોરાત્રી કાલ (૮૬) સુધી રહ્યા હતા. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે ગયા પછી ફાગણ વદ અગિઆરસને દિવસે (૮૭) અઠ્ઠમ તપને વિષે (૮૮) રહેલા પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તે વખતે પ્રભુ પુરિમતાલ નામના નગરના (૮૯) શકટમુખ નામના ઉદ્યાનમાં (૯૦) વટવૃક્ષની (૯૧) નીચે રહેલા હતા. તે વખતે દિવસ પૂર્વાલે કાલ (પહેલા બે પહેરની અંદર કાલ) (૨) હતે. તે વખતે ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર (૭) ચાલતું હતું અને ધનુરાશિ (૪) હતી. ૨૧૨ બાર ગુણે જિન દેહથી એ જ્ઞાનતરૂને ૫ જાણીએ, દોષે અઢાર૯૬ ન અતિશય ચેત્રીશ૯૭ મનમાં ભાવીએ; વાણી ગુણ પાંત્રીશ૯૮ આઠે પ્રાતિહાર્ય૯૯ વિચારીએ, તીર્થની ઉત્પત્તિ પહેલા સમવસરણે ૧૦ માનીએ; ૨૧૩ સ્પષ્ટાર્થ –જેની નીચે રહેલા પ્રભુ શઋષભદેવ કેવલજ્ઞાનને પામ્યા, એ જ્ઞાન તરૂ (૫) પ્રભુને શરીરથી બાર ગુણું ઉંચુ જાણવું. કેવલી શ્રી ઋષભદેવ પ્રભુ અઢાર દેષોથી રહિત (૯૬) હતા. વળી તે વખતે ભગવાન ૩૪ અતિશયથી (૭) શોભતા હતા. આ ચોત્રીસ અતિશયમાંથી ચાર અતિશય તે પ્રભુને જન્મની સાથે જ હોય છે. ૧૯ અતિશયો દેના કરેલા હોય છે. અને અગિઆર અતિશયો ઘાતી કર્મને ક્ષયથી પ્રકટ થાય છે. એ પ્રમાણે ૩૪ અતિશયે જાણવા. વળી પ્રભુની વાણી પાંત્રીસ ગુણોએ કરી (૯૮) ૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy