SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ [વિજયપધ્ધસરિત નિરંતર કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું, તેથી વ્રતનું પાલન કરી શકીશ નહી, તેથી હે માતા ! જે તમારી આજ્ઞા હોય તો હું અનશન ગ્રહણ કરું.” તે સાંભળીને ભદ્રા સાધ્વી હર્ષ પામીને બોલી કે “હે ભદ્ર! આ સમયે અનશન પણ તારે માટે યોગ્ય છે, પણ અનંત ભવભ્રમણ કરવામાં નિમિત્તરૂપ વ્રતભંગ યોગ્ય નથી, પરંતુ તું આવા સ્વલ્પ માત્ર પંચ મહાવ્રતોનું પાલન કરવામાં ઉદ્વેગ પામે છે, તો અનશનને પાળવું તે તો મહા દુષ્કર છે. યોગ્ય માણસે જ તે અનશનને પાળી શકે છે અને તું તે શુભ અને અશુભ પુદ્ગલેને જોઈને રાગ અને વિરાગ ધારણ કરે છે, માટે હમણાં તે તને જ્ઞાનીના વચનથી વિશ્વાસ આવશે, તે વિના આવશે નહી. (તારું મન સ્થિર થશે નહિ) અહંક વિચારવા લાગ્યું કે “ખરેખર મારી માતાને મારા પર અત્યંત રાગ છે.” પછી માતાની પરીક્ષા કરવા માટે તે બોલ્યો કે “હે માતા ! હમણાં થોડા દિવસના મારા વિરહથી તમે આવી દુઃખી અવસ્થા પામ્યા, તો અનશનથી તે મારા શરીરનો સર્વથા નાશ થશે, તે વ્યથા તમે શી રીતે સહન કરશો ?” ભદ્રા બોલી “હે પુત્ર! તું સત્ય કહે છે, પરંતુ એક વાત કહું તે સાંભળ-તારા વિરહથી દુઃખ પામીને મેં વિચાર્યું હતું કે “મારે પુત્ર ધર્મ કર્યા વિના ઇન્દ્રાદિકને પણ દુર્લભ એવા સંયમરૂપી રનને તૃણની માફક ત્યાગ કરશે તો સંસારનાં મહા દુખો પામશે, તેથી તેને હું તત્કાળ બોધ કરું.” તે સાંભળીને અહંન્નક બે કે “હે માતા ! તમે આ લોકમાં અને પરલોકમાં બનેમાં સુખદાયી થયા છે. વધારે શું કહું ? તમે મારે સમ્યક્ પ્રકારે ઉદ્ધાર કર્યો છે. પ્રથમ તમે મને જન્મ આપનાર થયા, અને પછી અનંત જન્મને નાશ કરનાર ધર્મ આપનાર થયા.” વગેરે પ્રકારે માતાની સ્તુતિ કરીને ગુરૂ પાસે જઈ તેણે ફરીથી ચારિત્ર લીધું. પછી જ્ઞાનીના વચનથી વિશ્વાસ પામીને માતાએ આજ્ઞા આપી એટલે તેણે સર્વ સાવદ્ય ગનું પ્રત્યાખ્યાન કરીને, પોતાના દુરિતની નિન્દા કરીને, સર્વ પ્રાણીઓને ખમાવીને, સૂર્યનાં કિરણોથી તપેલી બાહ્ય વનની શિલા ઉપર બેસીને ચાર શરણ અંગીકાર કરી પાદપપગમન અનશન ગ્રહણ કર્યું. પછી અતિ દારૂણ ઉષ્ણ વેદનાને સમ્યફ પ્રકારે સહન કરતાં તે અહંન્નક મુનિ શરીરે અતિ કેમલ હોવાથી માખણના પિંડની જેમ એક મુહૂર્ત માત્રમાં જ ગળી જઈ તત્કાળ સ્વર્ગ સુખ પામ્યા. ચંદ્રમુખી સ્ત્રીના સ્નેહ પાશમાં બંધાયા છતાં પણ અન્નકે પિતાની માતાને જોઈને વિનય તળે નહીં, અને તેથી જ તે ફરીને પિતાના દુષ્કતને ત્યાગ કરીને, અને ચારિત્રને આરાધીને સ્વર્ગનું સુખ પામ્યો.” આ વિનય ગુણના જેવા વૈયાવૃત્ય ગુણનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવું – યથાઈ તત્પતીકારે, વ્યાધિપરીષહાદિષ વૈયાવૃત્યં તદુભાવ્ય, વિશ્રામણાશનાદિભિઃ ૧ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy