SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ [ શ્રી વિજ્યપઘસરિકૃતઆ પ્રમાણે ગુરુના મુખથી પિતાને પૂર્વ ભવ સાંભળીને વિરક્ત થયેલા તે દંપતીએ પિતાના પુત્રને રાજ્ય સોંપીને ગુરુ પાસે દીક્ષા લીધી. પછી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરીને અંતે તે બન્ને કોલ કરીને બ્રા દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને અનુક્રમે અવ્યય, અજર, અભય અને સમગ્ર આત્મસંપત્તિના આવિર્ભાવ૫ મોક્ષપદને પામશે. આ રીતે શ્રી જિનધર્મનું મહાત્મ્ય નિરંતર યાદ કરીને પરમ ઉ૯લાસથી તેની સાવિકી આરાધના કરનારા સરલ અને યતના પાલક ભવ્ય જીવે જરૂર સિદ્ધિપદને પામે છે. ધર્મકર્મમાં અયતના (અજયણાને અને દંભને ત્યાગ કરવાની બીના દૃષ્ટાંત સાથે દંભતે નન્વયત્નન, તપેડનુષ્ઠાનમાદતમ્ તત્સર્વ નિષ્કલં શેય-મૂષક્ષેત્રવર્ષણમ્ છે ? અર્થ –“ તપ અનુષ્ઠાનાદિ નિશ્ચયે જે અયતનાવડે અને દંભથી કરવામાં આવે તે તે સર્વ ઉખર (ખારી) જમીનમાં વૃષ્ટિની જેમ નિષ્ફળ જાણવાં.” તે ઉપર સુજજસિરિની કથા છે તે આ પ્રમાણે– સુજ્જસિરિની સ્થા. અવન્તી નગરી પાસે શંબુક નામના ખેટને વિષે સુજજશિવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે દરિદ્રી અને નિર્દય હતો. તેની સ્ત્રી યજ્ઞયશા અન્યદા ગર્ભવતી થઈ પ્રસૂતિ સમયે પ્રસવની વેદનાથી તે મરી ગઈ. તેણે એક કન્યાને જન્મ આપે હતો. તેનું નામ સુજજસિરિ રાખ્યું હતું. આ સુજજસિરિનો જીવ પૂર્વ ભવે કે રાજાની રાણી હતો. તે રાણીએ પોતાની શેકના પુત્રને મારી નાંખવાનો વિચાર કર્યો હતો, તેથી આ ભવે તેની માતા જન્મતાંજ મૃત્યુ પામી. અનુક્રમે તે પુત્રી આઠ વર્ષની થઈ તેવામાં બાર વર્ષને દુષ્કાળ પડે; એટલે આજીવિકા માટે તે સુજજશિવ બ્રાહ્મણ “પુત્રીને લઈને પરદેશ ચાલ્યો. માર્ગે જતાં કે ગામમાં ગોવિંદ નામે એક બ્રાહ્મણ રહેતે હતો. તેને ઘેર તેણે સુજજસિરિ વેચી. અનુક્રમે તે ગોવિંદ પણ નિધન થયું. એકદા તેને ઘેર કઈ મહિયારી ગેરસ વેચવા આવી. તેની પાસેથી ગોવિંદની સ્ત્રીએ ચેખાને બદલે ગેરસ લીધું. અને ચોખા લાવવાને માટે સુજજસિરિને ઘરમાં મોકલી. તે ઘરમાં જઈ આમ તેમ જોઈને પાછી આવી અને બેલી કે “ચેખા ક્યાં છે? મેં તો કયાંઈ જોયા નહી.” તે સાંભળીને ગોવિંદની સ્ત્રી પિતે ઘરમાં ગઈ તે ઘરના એક ખુણામાં તેના મોટા પુત્રને કઈ વેશ્યા સાથે કીડા કરતાં જોયે. તે પુત્રે તેને આવતી જેઈને તિરસ્કાર કર્યો, તેથી તે મૂછ પામી ગઈ. ગોવિંદને તેની ખબર પડતાં તેણે શીત ઉપચારથી તેને સજજ ( સાવધાન) કરી. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy