________________
ર
બીરના ચિતામ િભા થી 3 જિતશત્રુ રાજા પુત્રને પોતાની ચારિત્ર લેવાની ઈચ્છા જણાવે છે – કુંવરભાવે લાખ અડદસ પૂર્વ સમય વીતાવતા,
એકદા જિતશત્ર ભાષે બેઉને હિત ચાહતા તુમ અમારી જેમ નૃપ યુવરાજ બંને આજથી,
થાઓ હવે ચારિત્ર ચાહું પૂર્વની જિમ રંગથી. હ૩ સ્પષ્ટાર્થ_એ પ્રમાણે કુંવરપણામાં પ્રભુના ૧૮ લાખ પૂર્વ પસાર થઈ ગયા. તે વખતે પિતાના હિતને ચાહનાર જિતશત્રુ રાજા અજિતકુંવર તથા સગરકુંવર બંનેને આ પ્રમાણે કહેવા લાગ્યા કે અમે બંને આપણા પૂર્વજોની પેઠે આનંદપૂર્વક ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાવાળા છીએ. માટે આજથી તમે બંને ભાઈઓ અને બે ભાઈની જેમ અનુક્રમે રાજા અને યુવરાજ થાઓ. ૭૩ પ્રભુએ ચારિત્ર લેવા પિતાને આપેલી અનુમતિ:પ્રભુ કહે છે તાત ! વચને યોગ્ય આપે ઉચ્ચર્યા,
થાય ઈચ્છા તે મને પણ ભેગ ફલ કર્મો નડ્યા વિન ન કરે નર વિવેકી તે કરૂં કિમ આપને,
શત્ર જાણું મેક્ષ સાધન વિઘ કરતાં પુત્રને. ૭૪ ૫ષ્ટાર્થ:-- ઉપર પ્રમાણેનાં પિતાશ્રીના વચને સાંભળીને પ્રભુ કહેવા લાગ્યા કે હે પિતાજી આપે સમયને યેગ્ય વચને કહ્યા છે. અથવા આપની ચારિત્ર લેવાની ઈચ્છા યોગ્ય છે. મારી પણ ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા છે, પરંતુ મારે હજી ભોગાવલિ કર્મ ભેગવવાનાં બાકી છે તે મને ચારિત્ર લેતાં અટકાવે છે. વિવેકી એટલે સારાસારને સમજનારા પુરૂષે શુભ કાર્ય કરવામાં બીજાને પણ અંતરાય કરતા નથી, તે હું આપને પુત્ર થઈને આવા શુમ કાર્યમાં અડચણ કરનારે કેમ થાઉં ? હું તે મોક્ષ સાધવાની ઈચ્છા રાખનાર પિતાને ચારિત્ર ગ્રહણ કરવામાં અંતરાય કરનાર પુત્રને મિત્ર નહિ પરંતુ શત્રુ જે માનું છું. માટે આપને દીક્ષા લેતાં હું કોઈ પણ પ્રકારને અંતરાય કરતા નથી. મારી આ કાર્યમાં સંપૂર્ણ અનુમતિ છે. ૭૪ પ્રભુની સુમિત્રવિજય કાકાને રાજ્ય લેવાની વિનંતિ અને કાકાને નકાર જણાવે છે -- કાકા ભલે રાજા બને અભ્યર્થના એ મારી,
તે અમારાથી ગુણાધિક યોગ્યતા ધારે ખરી; ગુણિ સુમિત્ર કહે વડીલની ભક્તિની મુજ ચાહના,
કેણુ હારે ? અધિક, થોડા કાજ ચાહું રાજ્ય ના. ૭૫ ૧ ચેરાસી લાખ વર્ષે એક પૂર્નગ થાય છે. અને તેવા ૮૪ લાખ પૂર્વાગે એક પૂર્વ થાય છે. અથવા ૮૪૦૦૦૦૦ ને ૮૪૦૦૦૦૦ વડે ગુણતાં ૭૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક પૂર્વ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org