________________
કીશના ચિંતામણી ભાગ બીજો ] એમ મંત્રી તણા વચનથી કુંવર રોતા બોલતા,
તાત વચન પ્રમાણ મારે ભૂપ પણ રાજી થતા. ૩૧ સ્પષ્ટાર્થ:--ગુરૂની આજ્ઞા માનવી એ માટે ગુણ છે. વળી પિતાથી અધિક બીજું શું છે ? એ વસ્તુ સમજીને પિતાનું વચન તમે હર્ષપૂર્વક અંગીકાર કરે. કારણ દુનિયામાં એવો નિયમ છે કે-બાપની પછી પુત્રે જ તેની ગાદી સંભાળવી જોઈએ. તમારા પિતાએ પણ તેમના પિતાએ દીક્ષા લીધી ત્યારે ગાદી સંભાળી છે. માટે તમારે પણ તેમ કરવું જોઈએ. એવાં મંત્રીશ્વરનાં વચન સાંભળીને કુંવર ગાદી સ્વીકારવાને નાખુશ હતા છતાં તેણે રુદન કરતાં કહ્યું કે પિતાનું વચન મારે પ્રમાણ છે. એ સાંભળીને રાજા પણ ઘણા ખુશી થયા. ૩૧ રાજ્યાભિષેક વખતે રાજાએ કુંવરને આપેલો ઉપદેશ:– રાજ્યાભિષેકે વિમલ વાહન નૃપ બનાવી પુત્રને,
શિક્ષા દીએ હે વત્સ! પૃથ્વી ધારને સંતેષને આધાર તું પૃથ્વી તણો આધાર કેઈ ને તાહરે.
આપજે સુખ આ પ્રજાને ધર્મનો લઈ આશરે ૩૨ સ્પષ્ટાર્થ--ત્યાર પછી વિમલવાહન રાજાએ કુંવરને રાજ્યાભિષેક કર્યો અને પિતાને સ્થાને તેને રાજા બનાવ્યું. તે વખતે રાજા કુંવરને શિખામણ આપે છે કે હે વહાલા પુત્ર! તું પૃથ્વીને (પ્રજાને) સંતેષથી ધારણ કરજે. તું પૃથ્વીના આધાર રૂપ છે. પરંતુ તારે જિનધર્મ સિવાય કોઈ આધાર નથી. વળી ધર્મને આશરે લઈને એટલે ન્યાયપૂર્વક રાજ્ય કરીને પ્રજાને સુખ આપજે તેને દુઃખ આપીશ નહિ, જે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હોય તેજ સાચે રાજા કહેવાય છે. ૩૨ રાજાને દીક્ષાભિષેક-- દીક્ષાભિષેક કરે તનય નિજ તાતને વિધિએ કરી,
દઈ દાન ઉત્સવ સાથ કમસર નયરીમાંથી નીકળી; આવતા ઉદ્યાનમાં વસ્ત્રાદિને દૂરે તજે,
દીક્ષા ગ્રહી ગુરૂપાસ વિધિએ સર્વ વિરતિને ભજે. ૩૩ સ્પષ્ટાર્થ--ત્યાર પછી નવા રાજા બનેલા કુંવરે વિધિપૂર્વક પિતાને દીક્ષાભિષેક કર્યો. તે વખતે વિમલવાહન રાજા દાન આપીને મોટા ઉત્સવપૂર્વક અનુક્રમે નગરીમાંથી નીકળીને જે ઉદ્યાનમાં અરિંદમ આચાર્ય મહારાજ ઉતરેલા હતા તે ઉદ્યાનમાં આવ્યા. ત્યાં આવીને પોતે પહેરેલાં વસ્ત્ર આભૂષણ વગેરેને ત્યાગ કર્યો. અને સાધુને યેગ્ય વસ્ત્રો પહે રીને ગુરૂની પાસે વિધિપૂર્વક જેનેની દીક્ષા ગ્રહણ કરીને સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કર્યું. ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org