________________
| ૐ નમઃ શ્રીરંવેશ્વર-પાર્જન થાય ॥ मदीयात्मोद्धारक-परमोपकारिशिरोमणि-तपोगच्छाधिपति-जगद्गुरु
आचार्य-महाराज-श्रीविनयनेमिसूरीश्वर-भगवद्भ्यो नमः ॥ સુગહીતનામધેય-પૂજ્યપાદ-પ્રાતઃસ્મરણીય-પરમગુરૂ-આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર વિયાણ આચાર્ય
શ્રીવિજય પદ્યસૂરિ વિરચિત
શ્રી દેશના ચિંતામણિ
ભાગ ૨ જે
ગ્રંથકાર મંગલાચરણ તથા અભિધેય જણાવે છે –
| હરિગીત છેદ છે પરમ મંગલ શાંતિ પ્રભુ ગુરૂરાજ નેમિસૂરીશને,
અંજલી જેડી નમીને તીર્થપતિના વચનને શ્રી દેશના ચિંતામણિના શ્રેષ્ઠ બીજા ભાગને,
હેજે રચું શ્રોતા સુણી કરજે વિમલ નિજ જીવનને. ૧ સ્પાર્થ –પરમ મંગલ એટલે ઉત્કૃષ્ટ કલ્યાણ રૂપ મોક્ષને પમાડનાર સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ પ્રભુને તથા ગુરૂ મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી તથા શ્રીતીર્થકર દેવના પ્રવચનને અંજલી એટલે બે હાથ જોડીને નમસ્કાર કરું છું. એમ નમસ્કાર કરીને શ્રીદેશના ચિન્તામણિ નામના મહા ગ્રન્થના બીજા ભાગની હેજે એટલે આનંદપૂર્વક રચના કરું છું. તે ઉપદેશના વચને સાંભળીને શ્રોતાઓ ! તમે પિતાના જીવનને શુદ્ધ કરે . અહીં નમસ્કાર કરવા વડે મંગલાચરણ જાણવું. તથા બીજા મલકમાં અભિધેય જણાવાશે અધિકારી વગેરે ચાર અનુબંધની વિશેષ બીના આ શ્રી દેશના ચિંતામણિ ગ્રંથના પહેલા ભાગની શરૂઆતમાં જણાવી છે ત્યાંથી જાણવી. ૧
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org