________________
૨૩
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ]
એ સમય નિજ નારા સાથે એક બ્રાહ્મણ નાથને,
“આ આવી રીતે કિમ થયું?” ઉત્તર દીયે પ્રભુએહને; સમ્યકત્વના પ્રભાવથી એવું બન્યું સમ્યકત્વ એ,
વિનનાશક સાધ્ય સાધક કર્મ નાશક જાણિયે. ૩૮૪ સ્પષ્ટાર્થ–પ્રભુ ઉપર કહ્યા પ્રમાણે દેશના આપતા હતા ત્યારે એક બ્રાહ્મણ પિતાની સ્ત્રીને સાથે લઈને ત્યાં આવે છે અને પ્રભુને એમ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન્ આ આવી રીતે કેમ થયું ?” તે વખતે પ્રભુએ બ્રાહ્મણને જવાબમાં કહ્યું કે “સમ્યકત્વના પ્રભાવથી જ એવું બન્યું.” એ વખતે સમકિત કેવું છે તે જણાવતાં પ્રભુ કહે છે કે સમકિત અથવા સુદેવ, સુગુરૂ અને સુધર્મ ઉપરની શ્રદ્ધા એ વિનાશક એટલે વિદ્ગો અથવા સંકટોને નાશ કરનાર છે. સાધ્ય સાપક એટલે જે સાધવાનું હોય તે સાધ્ય કહેવાય. તેને મિક્ષને) સાધવામાં સાઘન અથવા કારણ છે. તેમજ આ સમકિત કર્મનાશક એટલે કર્મોને નાશ કરનારું છે. ૩૮૪
સમ્યકત્વવંતા જીવ બાંધે દેવ આયુ તેહને,
સંકટ પણ મદદ કરતા દેવ પણ ઘે મેક્ષને જિન નામ બંધ કરાવનારું ઈમે સુણી પ્રભુવચનને,
સત્ય માને તે પણ સિંહસેન પૂછે તને, ૩૮૫ સ્પષ્ટાઈ–વળી સમક્તિવાળો જીવ (મનુષ્ય-તિર્યંચ) જે સમક્તિ પામ્યા પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તે તે દેવતાનું આયુષ્ય બાંધે છે. વળી સમતિવાળા જીને દે પણ સંકટના સમયમાં સહાય કરે છે. વળી સમકિતથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમજ તે સમકિત જિનનામ અથવા તીર્થકર નામ કર્મને બંધ કરાવનારું છે. એટલે સમતિ વિના જિનનામ કર્મને બંધ થતું નથી. એ પ્રમાણે સમકિતનો મહિમા જણાવનારાં પ્રભુનાં વચનો સાંભળીને પ્રભુના મુખ્ય ગણધર સિંહસેન નામના છે તેઓ પોતે જ્ઞાનથી આ બ્રાહ્મણની હકીકત જાણતા હતા તે પણ બીજા ને બોધ થવાને માટે પ્રભુને પૂછે છે કે હે ભગવંત! આ સંકેત જેવા પ્રશ્ન અને ઉત્તરનો શો ભાવાર્થ છે તે અમને જણા? ૩૮૫ પ્રભુ શુદ્ધભટ તથા સુલક્ષણાની બીના ચાર લેકમાં જણાવે છે – વિસ્તારથી સમજાવતા ઉત્તર વિષે સિંહસેનના,
આ શુદ્ધભટ બ્રાહ્મણ અને તસ ના નામ સુલક્ષણા; ધન કાજ જાય વિદેશમાં ઉપદેશથી સાધ્વીતણા,
સમ્યકત્વ પામી સુલક્ષણા ભાખી ગુણે સમ્યકત્વના, ૩૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org